હળવદમાં એક ફિલ્મી ઘટના સામે આવી છે. જેમાં ચાર ભેજાબાજ ઈસમોએ માળિયા હળવદ હાઇવે પર લૂંટ ચલાવી હતી. જેમાં બે કારમાં સવાર પાંચ આરોપીએ હળવદ નજીક મોરબી ચોકડી પાસેના પેટ્રોલપંપ પાસે એક ટ્રક ચાલકને માર મારી ધઉ ભરેલુ આખે આખું કન્ટેનર લૂંટી લીધું હતું.જો કે લૂંટારાઓ ના દુર્ભાગ્ય હોય અને ટ્રક ચાલક અને ટ્રક માલિકના સદભાગ્ય જોર કરતા હોય તેમ તેમ ઘટનાસ્થળથી થોડે દુર જ ગાડીનું ટાયર ફાટી જતા કન્ટેનર બેકાબુ બન્યું હતું. અને પલ્ટી ગયું હતું. જેના કારણે બે લૂંટારુઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની મળતી વિગત અનુસાર, હળવદ હાઇવે ઉપર મોરબી ચોકડી નજીક આવેલ પાટીદાર પેટ્રોલપંપ પાસે ગત રાત્રીના સમયે પાંચ લૂંટારુઓએ અગાઉથી પ્લાન બનાવી મનસુરો પાર પાડવા માટે હળવદના સુખપર ગામેથી ઘઉં ભરેલું કન્ટેનર લઈને વાંકાનેર ખાલી કરવા જઈ રહેલા કન્ટેનરના ચાલકને બે કારમાં આવેલ પાંચ શખ્સોએ રોકી પાંચેય ઈસમોએ ટ્રકના ચાલકને ઢોર માર માર્યો હતો. અને બાદમાં બે શખ્સો કન્ટેનર લઈ ફરાર થયા હતા. જો કે, લૂંટારુંઓના લૂંટના બદ ઈરાદા ઉપર કુદરતે પાણી ફેરવી દીધું હતું અને લૂંટારુંઓ ટ્રક લઈને ફરાર થવામાં સફળ થઇ શક્યા ન હતા. ઘઉં ભરેલ ટ્રકના અધવચ્ચે જ બે ટાયર ફાટી જતા કન્ટેનર પલ્ટી મારી ગયું હતું. જેથી કન્ટેનરમાં સવાર બંને શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે બે શખ્સો કાર લઈને ભાગી છૂટ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત શખ્સોને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે કન્ટેનરમાં રહેલા બે સહીત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. અને કુલદીપસિંહ વાઘેલા, સહદેવસિંહ વનરાજ સિંહ ઝાલા(રહે. મૂળી), વિરલ શૈલેષભાઈ સોની(રહે.મૂળી) તેમજ એક અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.