Friday, April 26, 2024
HomeGujaratદેશી દારૂની ખેપ મારવા નિકળેલ સ્કોર્પિયો કાર ટંકારા નજીક પલ્ટી મારી ગયી

દેશી દારૂની ખેપ મારવા નિકળેલ સ્કોર્પિયો કાર ટંકારા નજીક પલ્ટી મારી ગયી

ટંકારા નજીક દેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર પલ્ટી ખાઈ ગયી, આ સમાચાર વાયુવેગે દારૂના પ્યાસીઓના કાને પડતાં દારૂ લેવા ઉમટી પડ્યા હતા. પણ તેમની પહેલા પોલીસ પહોંચી ગઈ હોય પ્યાસીઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. અકસ્માત બાદ ડ્રાઈવર પણ ઇજાગ્રસ્ત હાલતમાં નાસી છુટયો હતો

- Advertisement -
- Advertisement -

ટંકારા નજીક મોરબી- રાજકોટ હાઇવે ઉપર ખજૂરા હોટેલ આગળ આજે સવારે દારૂ ભરેલી જીજે 03બીએ 0050 નંબરની સ્કોર્પિયો કાર કોઈ કારણસર પલ્ટી મારી રોડની નીચે ઊંઘી પડી હતી. અકસ્માત બાદ હાઇવેથી પસાર થતા મુસાફરો ધટના સ્થળે દોડી ગયા હતા ત્યારે ડ્રાઈવર ગાડી મુકી ઈજાગ્રસ્ત હાલતમાં નાસી છુટયો હોય શંકાસ્પદ બાબતે ટંકારા પોલીસને જાણ કરતાં પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.જયા આ કારમાં દેશી દારૂની 5- 5 લિટરની કોથળીઓના બાચકા ભરીને ખેપ મારવા નિકળયો હોવાનું સામે આવ્યું છે પ્યાસીઓને પણ આ સમાચાર મળતા તેઓ પણ દારૂ લેવા પહોંચી ગયા હતા. પણ પોલીસ અગાઉથી જ પહોંચી હોય, પ્યાસીઓમાં નિરાશા જોવા મળી હતી. હાલ ટંકારા પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કાર્ય છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!