Saturday, July 27, 2024
HomeGujaratટંકારામાં જંગલી સુવર હુમલાથી ગંભીર ઈજાગ્રસ્ત બાળકને સમયસર સારવાર આપી જીવ બચાવનાર...

ટંકારામાં જંગલી સુવર હુમલાથી ગંભીર ઈજાગ્રસ્ત બાળકને સમયસર સારવાર આપી જીવ બચાવનાર ૧૦૮ના સ્ટાફનું સન્માન કરાયું

જંગલી સુવરે આંતરડા બહાર કાઢી ધાયલ કરેલ બાળકની તાકીદે સારવાર સાથે ઓપરેશન અર્થે રાજકોટ ખસેડી જીવ બચાવનાર ટંકારા 108 ના ડો. રૂબિયાબેને અને પાઈલોટ મુકેશભાઈનુ સન્માન કરવામાં આવ્યું.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના અમરાપર ટોળ ગામે આદિવાસી મજુરોના માસુમ બાળક ઉપર જંગલી સુવરે હુમલો કરી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા ત્યારે 108 એમ્બ્યુલન્સ મારફતે ધાયલ બાળકને ચાલુ સારવાર સાથે ડો. ઈટીએમ રૂબિયાબેન અને પાઈલોટ મુકેશભાઈ એ ગંભીર બાબત ગણી તાકીદે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડી સફળ ઓપરેશન બાદ બાળક નો જીવ બચી ગયો હતો જે બદલ 2 એપ્રિલ ઈટીએમ દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકર હસ્તે સન્માન કરી ઉમદા કામગીરી બિરદાવી હતી રાજકોટ ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા એ ઈમર્જન્સી સેવા કેટલી કારગત નીવડે છે એ વાત સૌ વચ્ચે વાગોળ હતી આ તકે 108 ટિમના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય ડોક્ટર અને પાઈલોટ પણ હાજર રહ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!