મોરબીમાં વિજ ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદ તાલુકાના સુખપર પાસે ફ્લોર મીલમાં PGVCL દ્વારા ચેકીંગ કરી ૪૦.૩૦ લાખની વિજચોરી ઝડપી લેવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ગત રોજ વિજ કંપની દ્વારા ઠેર ઠેર રેઇડ કરી વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તેઓ દ્વારા હળવદ તાલુકાના સુખપર પાસે ફ્લોર મીલમાં રેઇડ કરી કિશાન વેર હાઉસમા આવેલ ફોલર મિલમાં ચેકિંગ દરમિયાન વિજ મીટર શંકાસ્પદ જણાતા લેબમાં ચેક કરતા વીજ ચોરી ઝડપાઈ હતી. વિજ કંપનીનાં જણાવ્યા અનુસાર, ફોલર મીલમાંથી કુલ ૪૦.૩૦ લાખની વિજચોરી ઝડપાઇ હતી. ત્યારે વિજ કંપનીનાં દરોડાથી વિજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે થોભણભાઇ વિરજીભાઇ કણઝરીયાના ફ્લોર મીલમાં ૪૦.૩૦ લાખની વિજચોરી ઝડપાતા તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ડી.કે.ખાપેડ, જે .જે. સંઘવી,લેબ ટેકીનીશયન સી.જે.પટેલ. સહિતના અધિકારીઓ ચેકિંગ દરમિયાન આ વિજ ચોરી ઝડપી પાડી હતી.