શાળાનો સામાન તોડ ફોડ કરી કોમ્પ્યુટરના બે CPU તથા કાગળો પણ ચોરી ગયા
બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે સરકારી શાળાના આચાર્ય મઠિયા શૈલેષભાઈ ભીખુભાઈ રહે. તુલસીપાર્ક સોસાયટી મોરબીનાએ ટંકારા પોલીસને લેખિત અરજી કરતા જણાવ્યું હતું કે આજ રોજ તારીખ 17-7-2023 ને સોમવારે સવારે 10:30 વાગ્યે શાળાએ આવતા માલુમ પડયું કે શાળાના રૂમના દરવાજા તોડી નિશાનના જરૂરી કાગળો તથા કોમ્પ્યુટરના બે સિપીયુ અંદાજે કિમત રૂપિયા 30 હજાર ચોર ચોરી ગયા હતા અને શાળાની મિલકતમા આડેધડ તોડફોડ કરી 15 હજારની અંદાજીત નુકસાન થતા ગામજનો સાથે ટંકારા પોલીસ મથકે લેખિત રાવ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









