હળવદમાં આવેલ સામંતસર તળાવમા બળબળતો ઉનાળો અને રવિવારની રજાને પગલે બપોરના સમયગાળા દરમીયના પાંચ મિત્રો નહાવા પડ્યા હતા. આ દરમિયાન રમતા રમતા પાણીમાં દડો લેવા ગયેલા 12 વર્ષીય તરુણ પાણીમાં ડૂબી ગયો હતો જેનો ચાર કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
હળવદ સામંતસર સરોવરમાં ન્હાવા પડેલ સિદ્ધાર્થ દિનેશભાઈ પ્રજાપતિ નામનો બાર વર્ષીય તરુણ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થતા સાથી મિત્રોએ સિધ્ધાર્થના ઘરે જઈ જાણ કરી હતી જેને લઈને પરિવારજનો સામંતસર તળાવ ખાતે દોડી આવ્યા હતા. બીજી તરફ નગરપાલિકાના કારોબારી ચેરમેનને પણ આ બનાવની જાણ થતા તેઓ તાત્કાલિક હળવદ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરી હતી. જેને લઈએ હળવદ પોલીસ અને હળવદ નગરપાલિકાનો ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકની શોધખોળ હાથ ધરી હતી જેમાં હળવદ નગરપાલિકા ફાયર સ્ટાફના ધર્મેન્દ્રસિંહ ગઢવી અને સ્થાનીક તરવૈયાઓ જબરી મહેનત બાદ તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો.જેને તાત્કાલિક હળવદની હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબે તાપસી મૃત જાહેર કર્યો હતો તો બીજી તરફ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.