હળવદના કડિયાણા ગામથી માતક જતા રોડ પર એક ચોરીનો બનાવ સામે આવ્યો છે.જેમાં ઈસમો વીજ સપ્લાય કરતા એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરી કરી નાશી છૂટ્યા હતા.ત્યારે બનાવની જાણ થતા જ હળવદ વિભાગીય કચેરીના નાયબ ઈજનેર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ વિભાગીય કચેરીના નાયબ ઈજનેર એમ.એમ ચૌધરીનાં જણાવ્યા અનુસાર, હળવદના કડિયાણા ગામથી માતક જતા રોડ પર આવેલ ખેતીવાડી ફીડરના સબસ્ટેશનમાં ગઈકાલે સ્ટીંગીંગનું કામ કરવામાં આવ્યું હતું. જેમાંથી આશરે બે કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા વીજપોલના ૧૭ ગાળામાંથી કિલોમીટર લાંબો એલ્યુમિનિયમ કંડક્ટર ચોરાયો છે. જેની અંદાજે રકમ ૬૮-૭૦ હજારની છે.ત્યારે હવે પીજીવિસીએલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.