Sunday, May 19, 2024
HomeGujaratદીકરી થી મોટો બીજો કોઈ કરીયાવર નથી:પુ.ભકિતનંદન સ્વામી

દીકરી થી મોટો બીજો કોઈ કરીયાવર નથી:પુ.ભકિતનંદન સ્વામી

હળવદ તાલુકાના કોરોના માં અવસાન પામેલા સ્વજનોની સ્મૃતિમાં ભાગવત કથા સત્સંગ સમારોહ યોજાયેલ તેના અંતિમ દીવસે માનવ મહેરામણ ઉમટીયો.હરી‌ભકતો ની આંખો માંથી અશ્રુ વહેવા લાગ્યા

- Advertisement -
- Advertisement -

દહેજ એ સમાજ નું કલંક છે.માટે‌ દીકરી‌ઓ ને સંસ્કાર રૂપી ધેરેણુ આપજો.જેથી સારા સંસ્કાર અને સારી સંપત્તિ થી સારૂ દંપતી મળે છે.એક બાપની જો‌ કોઈ ચિંતા કરતું હોઈ તો એ પાત્ર માત્ર દીકરી છે.દીકરી બે કુળ ને તારે છે.એટલે દકીરીઓ પ્રેમ આપો એને સાથે સાથે સંસ્કાર આપી શિક્ષિત બનાવો. જેથી દીકરી એ સમાજનું આભૂષણ બની રહે. દીકરીઓને પણ ટકોર કરતા સ્વામીજીએ જણાવ્યું હતું કે આપણે કોઈપણ વસ્તુ લેવા જઈએ તો લેતા પહેલા પાંચ જણા ને પૂછીએ છીએ.આ તો જીંદગી નો‌ સવાલ છે. ત્યારે આપણે આપણા જીવનનો કોઈ પણ નિર્ણય કરીએ ત્યારે આપણા મા-બાપ ને એકવાર ચોક્કસ પુછીએ જેથી જિંદગીભર આપણ‌ ને પસ્તાવાનો વારો ન આવે. હળવદ તાલુકાના કોરોના મા અવસાન પામેલા ૬૦૦ વધુ સ્વજનોની સ્મૃતિમાં ભાગવત મોક્ષગાથા સત્સંગ સમારોહ ના અંતિમ દીવસે માનવ મહેરામણ ઉમટીયો હતો.હળવદ શહેરમાં સૌપ્રથમ વાર મહાપવિત્ર પિતૃમાસ ભાદરવા માસમાં માતૃ પિતૃ ઋણ સ્મરણાથે પિતૃ મોક્ષાર્થે સ્વામિનારાયણ સંતસગ મંડળ અને સમસ્ત હળવદ શહેરના વિવિધ ધાર્મિક સંગઠનો,સંસ્થાઓ, સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ,સેવાભાવી સંગઠનો, તમામ જ્ઞાતિના આગેવાનો ના સહિયારા પુરુષાર્થથી કોરોના નિમિત્તે અવસાન પામેલા સ્વજનોની સ્મૃતિમાં હળવદ શહેરના આંગણે સૌ પ્રથમવાર શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા સપ્ત રાત્રીય સત્સંગ સમારોહ કથાનું રસપાન વિદ્વાન નવ યુવાન વક્તા ભક્તિનંદનદાસજી સ્વામી સ્વામિનારાયણ મંદિર (જૂનું ટાવર વાળુ) હળવદ દ્વારા પોતાની આગવી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતુ. , શ્રોતાઓ ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. કથા પારાયણ ના મુખ્ય યજમાનપદે પાટીદાર સમાજ ના જશુભાઈ વાલજીભાઈ પટેલ.પ્રમુખ સમસ્ત કડવા પાટીદાર સમાજ હળવદ. આસ્થા સ્પીન્ટેશ ગ્રુપ હળવદ પરીવાર રહ્યો હતો. આ કથામાં રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવ રૂક્ષ્મણી વિવાહ જેવા વિવિધ કાર્યક્રમો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવ્યા હતા.
ભાગવત કથા માં શ્રી રૂક્ષ્મણી વિવાહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આબેહુબ પ્રભુજીના ભવ્ય દિવ્ય વિવાહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ઠોલનગારા ડીજે ફટિકડાની રમઝટ વાજતે ગાજતે જાન પરણવા આવી હતી.જેના સામૈયા કરવામાં આવ્યા હતા. ધામધૂમપૂર્વક લગ્ન ઉત્સવ મનાવ્યો હતો.હળવદ પંથકની ધર્મ પ્રેમી જનતા ઉમટી પડી હતી.કથાના છેલ્લા દીવેસે મુતકોના સ્મણાથે પિતુયજ્ઞ રાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્વામીનારાયણ સત્સંગ સમાજ,હળવદ તેમજ શહેરના તમામ ધાર્મિક સંગઠનો સમાજના આગેવાનો તમામ જ્ઞાતિના આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ ભારે જહેમત ઉઠાવી.રોજના ૫૦૦૦ હજાર થી હરીભક્તો કથાનું શ્રવણ ‌કરવા આવતા હતા સભા મંડપ ટુંકો પડવા લાગ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!