ગુજરાતના દરિયાકાંઠે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાય ચૂક્યું છે. જેને લઈ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ સંભવિત અસરગ્રસ્તો માટે લાખોની સંખ્યામાં ફૂડ પેકેટ્સ બનાવીને તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે સેવા કાર્યમાં વિધ્ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. હળવદનાં ટીકર ગામે ફુટ પેકેટ બનાવતી વેળા ભારે પવનના કારણે કાચ તૂટતા ચાર યુવાનોને ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ ના ટીકર ગામે પેટ્રોલપંપની ઓફિસમાં સેવાભાવી યુવાનો ફુટ પેકેટ બનાવી રહ્યા હતા. તે સમયે ભારે પવન ફૂંકાતા અસરગ્રસ્ત માટે ફુટપેકેટ તૈયાર કરી રહેલા સેવાભાવી યુવાનો બારી પાસે બેઠા હોય ત્યારે કાચ તૂટતા ચાર યુવાનોને ઈજાઓ પહોંચી હતી. વિજયભાઇ પટેલનના એસારપંપની ઓફીસનો કાચ તૂટતા બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ટીકરના પુવૅ સરપંચ વિજયભાઇ અને જીલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઇ સહિત અન્યનો આબાદ બચાવ થયો છે. તેમજ ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.