મોરબીમાં તંત્રની બેદરકારીના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ને પત્ર લખવામાં આવ્યો છે. અને તેમાં જમાવવામાં આવ્યુ છે કે, તાહાસર તલાવ ઓવરફલો થતા માઇનોર કેનાલ મારફતે હજારો લિટર પાણી રસ્તા પર ફરી વળ્યુ છે.
લકુમ દિલીપભાઇ નારાયણભાઇ નામના જાગૃત નાગરિક દ્વારા પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે, હળવદના મયુરનગર ગામમાં જે મેઇન નર્મદા કેનાલ પસાર થાય છે. તેમાથી આગળ માઇનોર કેનાલ આવેલી છે તે કેનાલ તાહાસર તળાવ આગળ માર્ગ માં ખુલ્લી મુકી દેવામાં આવેલ છે અને તેથી આગળ માઇનોર કેનાલ આવેલ છે તે તાહાસર તળાવમાં ખુલ્લી મુકી દેવામાં આવેલ છે. અત્યારે તાહાસર તળાવ ઓવરફલો થઇ ગયેલ છે એટલે અત્યારે તમામ પાણી તાહાસર માર્ગમાં આવે છે. તો આમ અત્યારે હજારો લીટર પાણીનો બગાડ તો થાય છે. તે ઉપરાંત માર્ગમાં વાડીએ તથા ખેતરે જવામાં પણ મુશકેલી પડે છે. અત્યારે માર્ગમાં હાજારો લીટર પાણી બગાડ થાય છે. અને બીજુ કે કેનાલનુ કામ પૂર્ણ થઇ ગયેલ છે. તો તેને માર્ગમાં કેમ ખુલ્લી મુકી દેવામાં આવેલ છે અને કામ પૂર્ણ થયેલ નથી તો તેમા પાણી વાળવાની પરમીસન કોને આપી અને બીજી બાજુ દર વર્ષ કેનાલનુ પાણી માર્ગમાં આવે છે અને દર વખતે લેખિક અને મૈખિક રજુઆત અનેક વખત કેરલ છે છતા આનો કોઇ નીકાલ આવેલ નથી તો આપ સાહેબને વિનંતી કે માર્ગમાં આવતુ પાણી બંધ કરીને આ બન્ને માઇનોર કેનાલનો યોગ્ય નિકાલ કરવામાં આવે. તેમ લકુમ દિલીપભાઇ નારાયણભાઇ દ્વારા પત્રમાં જણાવાયું હતું.