વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ
ટંકારા મામલતદર કચેરી ખાતે વરસાદ માપકયંત્રમાં નોંધાયેલ આકડા જોઈએ તો ગત રાત્રે 10 વાગ્યાં થી સવારે 10 વાગ્યા સુધીમાં 72 mm વરસાદ નોંધાયો છે આ સાથે જ સિઝનનો કુલ વરસાદ 84 mm પહોચ્યો ગયો છે.
અત્યારે પણ ટંકારા પંથક આખામાં જોરદાર પવન સાથે મેધરાજાની સટાસટી બોલી રહી છે.
હજુ સુધી જાનમાલની નુકસાનીના કોઇ વાવડ સાપડી રહા નથી પરંતુ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રઝનેક વુર્ક્ષો ધરાશાયી થઈ ગયા છે અને વિજપોલ અને વાયરો ટુટી પડ્યા છે.
ભારે પવનને કારણે પિજીવિસીએલ ની ટીમ સતત દોડતી થઇ ગઇ છે જ્યારે ફલડ કંટ્રોલ રૃમ ખાતે ટંકારા મામલતદાર કેતન સખિયા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ આર હેરભા એમ ડી ડોક્ટર દીપ ચિખલિયા ફોરેસ્ટ ઓફિસર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના હિતેશ આદ્રોજા સહિતના અધિકારીઓ એમની ટીમ સાથે ટંકારામા તૈનાત છે. જ્યારે દરેક ગામોમાં આશ્રીત સ્થાન ઉપર કર્મચારીઓ હાજર છે.