અગરીયાઓ ને પડતી વિવિધ સમસ્યાઓ ભરતી ની પાણી રોકવા સેફ્ટી પાળો બાંધવા અભ્યારણ્ય વિભાગે વાંધો લેતા અગરિયાઓ ચુંટાયેલા પ્રતિનિધિઓ ને સામુહિક રીતે રજુઆત કરવાનું નક્કી કર્યું
હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં અગરીયાઓ ની એક બેઠક યોજાઇ હતી જેમાં અગરીયાઓ પડતી મુશ્કેલીને દૂર કરવા માટે ચર્ચાઓ થઈ હતી. માર્ચ મહિનામાં સૂરજબારીથી ભરતી નું પાણી રણ માં આવે છે ઘાટીલા, જોગડ, થી ટીકર સુધી ના અગરો સૂધી પહોંચી જાય…
વર્ષો થી અગરિયા સ્વ ખર્ચે માટીનો સેફ્ટી પાળો બાંધી પોતાનું અગર બચાવી લેતાં હતાં..આ વર્ષે અભ્યારણ્ય વિભાગે આવો પાળો બનાવવાનીઅગરિયાઓ ને અટકાવ કરતાં અત્યારે અગરિયા વઘુ એક મુઝવણ અનુભવી રહ્યા છે.
હાલ માં પવન નો વેગ જોરદાર હોવાથી પાણી છેક અગરો સુધી પાણી આવી પહોંચ્યું છે તયારે જો પાળો બાંધવા નહી દે અગરિયા ના મોઢા માં આવેલો કોળીયો ઝુંટવી લીધા જેવી પરિસ્થિતિ થશે તેવું અગરિયાઓ ઍક સૂરે કહયું…
વધુમાં અગરિયા NGT તેમજ હાઇકોર્ટ માં રણ અંગે થયેલ કેસ વીશે ચર્ચા કરી અને અભ્યારણ્ય વિભાગ દ્વારા હક્ક દાવા મંજૂર થયેલા અગરિયા ઓને કાયદેસર ગણવા , તેમજ રણ ના અગરિયાઓ પાસે પુરાવા માંગવા, અન્ય રણ વિસ્તારોમાં અગરિયા ઓને ગેરકાયદેસર ગણી બહાર કાઢવાની અભ્યારણ્ય વિભાગ દ્વારા થયેલ પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી…
તેમણે કહયું કે જયારે 1948 માં ભારત સરકારે ખુદ 10 એકર અગરિયાઓ કોઈ પુરાવા, નોંધણી ની જરૂર નથી તેવું કહ્યું હતું ત્યારે સ્વાભાવિક છે કે એમની પાસે પુરાવા નહોય
કારણ તમામ અગરિયા ઓ મંડળી માં જોડાયા ન હતા…
અગરિયા ઓ એ કહયું કે અમોને જોઈ ને ઘુડખર ક્યારેય ભાગતું નથી… તે અને અમે સાથે રણ માં રહી એ છીએ અને ઘુડખર ની સંખ્યા વધી છે તેનો અમોને આનંદ છે.
અગરિયા સમૂદાય રણ માં પણ ચકલીઓ ને દાણા, તેમનાં માટે ઘર કરવાનું ભૂલતાં નથી…
અગરિયા સમુદાયને કાયમી ધોરણે આજીવિકા ની સુરક્ષિતતા મળે તે માટે સામૂહિકરીતે લડત આપવાનું નકકી કર્યું.
તેમણે કહયું કે અગરિયા ઓ સદીઓ થી રણ માં છે અને મીઠું e તેમની આજીવિકા છે…
અગરિયા નું મીઠું પાકે ઍટલે તે સમયસર રણ માં થી બહાર નીકળવાનું તેટલુંજ જરૂરી.. જયારે આજે અભ્યારણ્ય વિભાગે રણમાંથી મીઠું બહાર કાઢવા પર અનેક પ્રશ્ર્નો ઊભા કર્યા છે… આજે ફરી સાંતલપુર સહિત કેટલાક વિસ્તારોમાં વિભાગે મીઠું લઈ જવાની મનાઈ ફરમાવી હતી..
અગરિયા આ પ્રકારની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી અને સાથે મળી ને વિભાગ અને સરકાર સાથે સંવાદ કરવાનો તેમજ જરૂર પડે લડત આપવાનો નિણર્ય લીધો…