Friday, December 27, 2024
HomeGujaratમહર્ષિ દયાનંદ સરસ્વતીજીની દ્વીશતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવા માટે ટંકારાને નગરપાલિકા બનાવવાની માંગ...

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની દ્વીશતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવા માટે ટંકારાને નગરપાલિકા બનાવવાની માંગ ઉઠી

દેશ આખામાં ભવ્ય ઉજવણી થાય છે ત્યારે ઋષિની જન્મભૂમિ ને યાદગાર ભેટ આપવા માટે માંગણી

- Advertisement -
- Advertisement -

વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક આર્ય સમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી જેમનું જન્મ સ્થાન ટંકારા છે જ્યા મુળ શંકરે પાપા પગલી માંડી દેશ આખામાં વેદ તરફ પાછા ફરોનું સુત્ર આપી અનેક નરબંકાને ભારતની આઝાદી માટે પેરણા આપી જેમણી ૨૦૦મી જન્મ જયંતિ જ્ઞાન જયોતી પર્વ તરીકે દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહર્ષિના માદરે વતન ટંકારા ને આ અવસરને યાદગાર બનાવવા નગરપાલિકાની વર્ષોની માંગ પુરી કરવામા આવે એવી લોક લાગણી જાગી છે.

વર્ષો પહેલાં ટંકારાને તિર્થ સ્થાન જાહેર કરવા માટે ઉપવાસ આંદોલન અને આ કાજે પોલીસ કેસ સામનો કરી ચુકેલ હાલના કાયદાના તજજ્ઞ એડવોકેટ યુવા નેતા સંજય ભાગિયા એ જણાવ્યું હતું કે જો ટંકારા નગરપાલિકા મલે તો સુવિધાઓ ની સરવાણી વહેતી થઈ વિકાસને વેગ મળશે. તો હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરમા સ્વચ્છતા અને ટ્રાફિક દબાણ નો પશ્ર્ન હલ થઈ શકે છે. તો આદોલનકારી ગપી પાટીદારે જણાવ્યું હતું કે આજે યુવાનો માટે રમવા કોઈ મેદાન નથી કે અંગ કસરત માટે કોઈ સ્થાન સુવિધા પરંતુ નગરપાલિકા મલે તો અનેક લાભ થાય. સ્થાનિક અગ્રણી જગદીશ કુબાવતે જણાવ્યું હતું કે નગરપાલિકા મલે તો ફાયર બ્રિગેડના સાધનો સિટી બસ, બગિચા, બાળ કિંડાગણ સહિતની સવલત મળે ત્યારે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ગુરૂ ભુમી ટંકારાને દયાનંદ સરસ્વતીની બે સૌકાની યાદગાર ભેટ આપે એવી લોક લાગણી જન્મી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!