૫ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ માર્કેટયાર્ડ હળવદની સ્થાપના થઈ હતી : કોરોના કાળ વચ્ચે સાદાઈથી ઉજવણી કરીશું : રણછોડભાઈ પટેલ
હળવદ: ઝાલાવાડ તેમજ મચ્છુકાંઠા માં આગવું નામ ધરાવતું સુવિધાઓથી સજ્જ હળવદ માર્કેટ યાર્ડ નો આજે ૦૫ જાન્યુઆરી ના રોજ ૪૬ મો સ્થાપના દિવસ છે. કોરોના ની પરિસ્થિતિ વચ્ચે માર્કેટયાર્ડ દ્વારા કોઈ વિશેષ આયોજન ન કરી ખેડૂતોને ખેડૂત ભોજનાલય ખાતે લાડુ અને ફરસાણ પીરસી ખેડૂતોનો આભાર માનવામાં આવનાર હોવાનું યાર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
હંમેશા ખેડૂતોના હિતમાં કામ કરતા હળવદ માર્કેટ યાર્ડનો આજે ૪૬મો સ્થાપના દિવસ છે ત્યારે આજે સ્થાપના દિવસ પ્રસંગે માર્કેટયાર્ડ દ્વારા યાર્ડમાં વિવિધ જણસો લઈ વેચાણ અર્થે આવતા અને હરહંમેશ યાર્ડ સાથે જોડાયેલા રહેતા ખેડૂતોમિત્રોને ખેડૂત ભોજનાલય ખાતે રોજના મેનુ સાથે સાથે લાડુ અને ફરસાણ પીરસી યાર્ડના વિકાસમાં આપેલ સહકાર અને યાર્ડ પ્રત્યે રાખેલ વિશ્વાસ બદલ ખેડૂત મિત્રો નો આભાર માનવામાં આવશે.
ખેડૂત મિત્રો ના સાથ સહકારથી જ આજે માર્કેટ યાર્ડ પ્રગતિના શિખરો સર કર્યા : ચેરમેન
યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ એ માર્કેટ યાર્ડના ૪૬માં સ્થાપના દિવસ પ્રસંગે સૌપ્રથમ તો દરેક ખેડૂતોનો આભાર માનતા જણાવ્યું હતું કે માર્કેટયાર્ડ હંમેશા ખેડૂતોની પડખે ઊભું રહ્યું છે અહીં ખેડૂતો માટે વિવિધ યોજનાઓ તેમજ ખેડૂત હિતમાં નિર્ણય લેવામાં આવતા હોય છે એથી જ યાર્ડ દિવસેને દિવસે પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે “ખુલ્લી હરરાજી-ખરો તોલ અને રોકડા નાણાં” એ સૂત્રને માર્કેટયાર્ડ હંમેશા વળગી રહેશે.
ખેડૂતોમિત્રોના પરિવારને પણ બજાર સમિતિ મદદરૂપ બને છે : સેક્રેટરી
હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલ એ જણાવ્યું હતું કે માર્કેટયાર્ડમાં ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને યાર્ડમાં વિવિધ જણસો વેચવા આવતા ખેડૂતોને રાહત દરે ભોજન,ખેડૂતોને અકસ્માત વીમો, એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ,લોકોને ૨૪ કલાક એમ્બ્યુલન્સની સુવિધા આવી અનેક પ્રકારની વિવિધ યોજનાઓ બજાર સમિતિ – હળવદના હોદ્દેદારો દ્વારા અમલમાં લાવેલ છે જેનો સીધો લાભ ખેડૂતમિત્રો અને ખેડૂત પરિવારને થાય છે.
માર્કેટ યાર્ડ – હળવદ આવી જ રીતે હંમેશા ખેડૂતહિતમાં કાર્ય કરતી રહે અને ખેડૂતમિત્રો સુખી અને સમૃદ્ધ બને એવી શુભેચ્છઓ : જયંતીભાઈ કવાડિયા, પૂર્વ મંત્રી, ગુજરાત રાજ્ય.