ટંકારા ખાતે શહીદ દિવસ નિમિત્તે આર્ય સમાજની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મશાલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગૈઅકલે તા.૨૩ માર્ચેના રોજ આર્ય સમાજ ટંકારા (ત્રણ હાટડી)થી રાત્રે ૭:૩૦ વાગ્યે મશાલ રેલીનું પ્રસ્થાન થયું હતું. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંતે ત્રણ હાટડી સ્થિત આર્ય સમાજ ખાતે સમાપ્ત થઈ હતી. આ રેલીનો મુખ્ય હેતુ અમર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો તેમજ આજના યુવાનોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રસેવાની ભાવના જાગૃત કરવાનો હતો. આ પ્રસંગે ટંકારાના મોટી સંખ્યામાં નાગરિકો, આર્યવીરો, આર્ય વિરાંગનાઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા શહીદોના બલિદાનને યાદ કરી યુવા પેઢીને દેશસેવા માટે પ્રેરિત કરવામાં આવી હતી.









