ટંકારાની શનિવારી બજારમાં હજારોની જનમેદની ઉમટી પડતી હોય છે. જેના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. તથા ત્યાં દુકાન ધરાવતા વેપારીઓને પણ વેપારમાં તકલીફ પડતી હોય જેથી વાપરીઓ દ્વારા આજ રોજ નગરપાલિકાને શનિવારી બજારને દયાનંદ સરસ્વતી ચોકથી દેરાસર રોડ પર ટ્રાન્સફર કરવા રજૂઆત કરી છે.
ટંકારામાં દર શનિવારે દયાનંદ સરસ્વતી ચોક ખાતે શનિવારી બજાર ભરાય છે. જે બજાર મૈન બજારથી દેરાસર રોડ પર ફેરવવા માટે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્યાં ગામની બહાર લાબું લચક ટ્રાફિકજામ સર્જાતું હોય છે. જેથી આ બજારને ત્યાંથી રદ્દ કરી અને ત્યાં બેસતી બજારને દેરાસર રૉડ પર ડાઇવર્ટ કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. જેથી વેપારીઓને ફાયદો થાય અને રાહદારીઓને પણ ટ્રાફિકમાં નડતરરૂપ ન થાય તે માટે વેપારીઓ દ્વારા માંગ કરાઈ છે. આ બાબતે ટંકારા નગરપાલિકા તાકીદે નિર્ણય કરી આ વેપારીઓને દેરાસર રોડ પર ડાઇવર્ટ કરે તેવી માંગ કરાઈ છે. આ સાથે દેરાસરથી લક્ષ્મીનારાયણના ખૂણા પર ટ્રાફિકની સમસ્યા ન હોય જેથી આ વેપારીઓને ત્યાં બેસાડવામાં આવે તો ગામની રોનક અને દુકાનદારોને ધંધો પણ સારી રીતે થઇ શકે તેમ છે.