હળવદના ચરાડવા ગામ ખાતે બે શાક માર્કેટ આવેલી છે. જેમાંથી એક શાક માર્કેટ હાઈવેની નજીક હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય છે. જેને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા આ માર્કેટના લોકોને અવાર નવાર હેરાન પરેશાન કરવામાં આવે છે. જેથી કંટાળી શાકમાર્કેટના વેપારીઓ દ્વારા આજે ગામના સરપંચને શાકભાજી લઈ જઈ વિરોધ નોંધાવી અનોખી રીતે આવેદન પાઠવ્યું હતું.
વેપારીઓ દ્વારા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલ અમારા ગામમાં બે જગ્યાએ શાક માર્કેટ છે. જ્યાંથી હાઇવે નીકળે છે. જેથી ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. જેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા પણ અમોને અલગ સ્થળે માર્કેટ ખસેડવા સૂચના આપવામાં આવી છે. અગાઉ આ માર્કેટ કુમાર શાળાની બાજુમાં બેસતા હતા, ત્યાં પણ ગ્રામજનો દ્વારા ગામને આસચનરૂપ થતું હોય ત્યાં ઉઠાવવામાં આવેલ હતા. જેથી હવે આ શાકમાર્કેટનો કામ લાવવા અમારી સમસ્ત શાક માર્કેટ દ્વારા રજૂઆત કરવામાં આવે છે. તેમ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.