Thursday, December 26, 2024
HomeNewsMorbiમોરબીના ભરતવન નજીક હાઇવે પર કંટેનરની હડફેટે નવા સાદુરકાના બાઇક ચાલકનું કરુણ...

મોરબીના ભરતવન નજીક હાઇવે પર કંટેનરની હડફેટે નવા સાદુરકાના બાઇક ચાલકનું કરુણ મોત

મોરબી માળીયા હાઇવે અકસ્માત ઝોન બનતો જાય છે ત્યારે આજે સાંજના સમયે મોરબી તાલુકાનાં  ભરતનગર નજીક આવેલા ભરતવન સામે હાઇવે પરથી  કરછ તરફ પસાર થઈ રહેલું  ફોર્ચ્યુન શિપિંગ સર્વિસ કંપનીનું કંટેનર નંબર જીજે ૧૨ બીવી ૬૩૭૯ ના ચાલકે ત્યાં બાઇક ન.જીજે ૦૩ એફજે ૭૩૨૯ લઈને ઉભેલા નરેશ સોડાભાઈ ઝીંઝવાડિયા રહે નવા સાદુરકા નામના આશાસ્પદ યુવાનને હડફેટે લેતા બાઇક ચાલક નરેશના શરીર પર મહાકાય કંટેનર ના ટાયરો ફરી વળતા ઘટના સ્થળે જ બાઈકચાલકના શરીરને કિડીને જેમ કચડી નાખ્યું હતું અને બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું

- Advertisement -
- Advertisement -

ઘટનાની જાણ મોરબી તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસની ટીમેં ઘટનાસ્થળે જઈને યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કંટેનર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસના જસપાલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!