મિયાણી ગામે શિવ શક્તિ રેતીના વોશિંગ પ્લાન્ટમાં પાણીના હોજમાં ડૂબી જવાથી માતા-પુત્રનુ કરુણ મોત.પરીવારજનો પર દુઃખના વાદળો ઘેરાયા
હળવદ તાલુકાના મિયાણી માં આવેલ શિવ શક્તિ રેતીના વોશિંગ પ્લાન્ટમાં આવેલ હોજમાં ડૂબી જવાથી માતા અને પુત્રનું મોત નીપજ્યું. મૃતકના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમમા ખસેડવા આવ્યા હતા.આ બનાવની જાણ હળવદ પોલીસને કરતા સરકારી હોસ્પિટલે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે આવેલ શિવ શક્તિ પ્લાન્ટમાં મજૂરી કામ કરતા વિક્રમભાઈ તડવીના પત્ની કુસુમબેન વિક્રમભાઈ તડવી ઉ.(૨૧) અને દીકરો અપૅણ (આયુષ) વિક્રમભાઈ તડવી ઉ.વષૅ ૩ રેતી ધોવા માટે થઈને બનાવેલ હોજમાં ડૂબી જતા તે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેથી માતા અને પુત્રના મૂતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. કુસુમબેન તડવી કપડાં ધોવા માટે શિવ શક્તિ પ્લાન્ટમાં બનાવેલ હોજ બાજુ ગયા હતા ત્યારે તેનો ત્રણ વર્ષનો દીકરો પાણીમાં આગળ દોડીને જતો રહ્યો હોય તેને બહાર કાઢવા માટે થઈને જતા કુસુમબેન અને તેનો દીકરો બંને પાણીમાં ડૂબી જતાં તે બંનેના મોત નીપજયાં છે.આગળની વધુ તપાસ હળવદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.