Sunday, January 12, 2025
HomeGujaratહળવદના કવાડિયા ગામના પાટીયા નજીક ત્રિપલ અકસ્માત:એકનું મોત ૧૫ ઈજાગ્રસ્ત

હળવદના કવાડિયા ગામના પાટીયા નજીક ત્રિપલ અકસ્માત:એકનું મોત ૧૫ ઈજાગ્રસ્ત

હળવદ તાલુકાના કવાડિયા ગામ ના પાટીયા પાસે ગત મોડી રાત્રિના એસટી બસ, ટેન્કર અને ઇકો વચ્ચે ત્રીપલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું છે જ્યારે ૧૫ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોય તેઓને સારવાર માટે હળવદ તેમજ ધાંગધ્રા મોરબી રીફર કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

બનાવની જાણ મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા નજીક એક ટ્રેલર પલટી મારી ગયું હોય જેથી રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો જેના કારણે રાત્રિના અઢી વાગ્યા ની આસપાસ સુરત થી મુન્દ્રા જતી સ્લીપર કોચ એસટી બસ એક ટેન્કર તેમજ ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એસટી બસમાં સવાર સાત મુસાફરો, ટેન્કર ચાલક તેમજ ક્લીનર અને ધાંગધ્રા મુકામે ગુરૂનાનક જયંતિ નિમિત્તે સત્સંગ (મંડળ) કરીને પરત જામનગર જઈ રહેલા ઇકો કારમાં સવાર સાત જેટલા લોકોને ઈજા પહોંચી હતી જેમાં, રજીયાબેન અલારખાભાઈ (ઉંમર વર્ષ 30,,રસિકભાઈ રાજાભાઈ પટેલ (ઉંમર વર્ષ 45),નરેન્દ્રભાઈ પટેલ (ઉંમર વર્ષ 65),લલ્લારામ કુબારામ ચૌધરી (ઉંમર વર્ષ 32), અમીનાબેન મોહમ્મદભાઈ જામ (ઉંમર વર્ષ 70),નજમાબેન રફિકભાઈ( ઉંમર વર્ષ 26) ,ચંદ્રેશભાઇ મગનભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 29 )સહિત ૧૫ થી વધું લોકો ને નાની મોટી ઈજા થય હતી.ઇજાગ્રસ્તો ને જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે ઇકોમાં સવાર જામનગર 65 વર્ષીય વૃદ્ધ સેજુમલ મુલચંદ જાંગીયાણી(રહે.જામનગર)
નું મોત નીપજ્યું હતું.

બનાવવાની જાણ થતા ધાંગધ્રા તેમજ હળવદની 108 ની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી તેની સાથે સાથે ચુલી ટોલનાકા પરથી પણ એમ્બ્યુલન્સ સાથે કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તો અને હળવદ તેમજ ધાંગધ્રા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઈજા થયેલ લોકોને સારવાર માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.તેમજ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!