Saturday, January 11, 2025
HomeGujaratહળવદમાં સુસવાવ પાટીયા પાસે ટ્રકે મારી પલટી : ડ્રાઇવરને બહાર કાઢવા જેસીબીની...

હળવદમાં સુસવાવ પાટીયા પાસે ટ્રકે મારી પલટી : ડ્રાઇવરને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ

હળવદમાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકે પલટી મારતા ડ્રાઇવર અંદર ફસાયો હતો. જેને બહાર કાઢવા માટે જે.સી.બી.ની મદદ લેવાઈ હતી. અને ડ્રાઇવર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદનાં સુસવાવ પાટીયા પાસે આજે વહેલી સવારે એક ટ્રકે પલટી મારી હતી. ત્યારે અકસ્માતમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. પરંતુ તે ટ્રકની અંદર જ ફસાઈ જતા ટ્રક ડ્રાઇવરને બહાર કાઢવા જે.સી.બી.ની મદદ લેવાઈ હતી. હળવદ પોલીસ જવાન વિપુલભાઈ નાયક, કમલેશભાઈ અને 108 તથા અન્ય જવાનોએ ભારે જહેમત ઉઠાવ્યા બાદ ડ્રાઇવરને બહાર કાઢી સરવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!