હળવદ તાલુકાના જૂની જોગડ ગામેં ભેંસો ચરાવવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા એક જ જ્ઞાતિના બન્ને પક્ષે એક – એક વ્યક્તિના મોત નિપજ્યાં છે. સામાસામી ફરિયાદ નોંધાય છે
મળતી માહિતી મુજબ હળવદના જૂની જોગડ ગામે ગઈકાલે સાંજના સમયે ભેંસો ચરાવવા બાબતે માથાકૂટ થઈ હતી જોત જોતામાં બન્ને પક્ષના લોકો સામસામે આવી જતા મામલે મારામારી સુધી પહોચ્યો હતો અને આ ઘટનામાં રઘુભાઈ બચુભાઈ કોળી તથા નવઘણભાઈ શેંધાભાઈ કોળી નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે.જૂની જોગડ ગામે બનેલ ડબલ મર્ડરની ઘટનાને પગલે પોલીસ કાફલો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો હળવદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
પ્રથમ બનાવમાં હળવદના રામેશ્વર જોગડ ગામે રહેતા ભીમજીભાઈ બચુભાઈ મુલાડીયા (ઉ.૪૦) એ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ રાધુભાઇ (ઉ.૪૫) વાળાને આરોપી નવઘણભાઈ સિંધાભાઈ કોળી રહે-જૂની જોગડ સાથે રોડ પર ઢોર હાંકવા બાબતે બોલાચાલી થતા આરોપી નવઘણભાઈએ ઉશ્કેરાઈ જઈ મરણ જનાર રાધુભાઈને લાકડાના ધોકા વડે માથામાં તથા ડાબા કાનના ઉપરના ભાગે તેમજ શરીરે આડેધડ માર મારી જીવલેણ ગંભીર ઈજા કરી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે
તો સામાપક્ષે હળવદના રામેશ્વર જોગડ ગામે રહેતા પ્રહલાદભાઈ સિંધાભાઈ જીજવાડિયા (ઉ.૩૩) એ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ નવઘણે આરોપી સુનીલભાઈ રણજીત, વિશાલ રણજીત, હરેશ ભીમજી અને જયદીપ દિનેશના કુટુંબી રાધુભાઇ સાથે ઝગડો કરી માર મારી મોત નીપજાવેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપી સુનીલ, વિશાલ, હરેશ અને જયદીપે ફરિયાદી પ્રહલાદભાઈના ભાઈ નવઘણ (ઉ.૩૫) વાળાને લાકડાના ધોકા તથા પાઈપો વડે હાથે પગે તથા માથાના ભાગે આડેધડ ઘા મારી જીવલેણ ઈજાઓ કરી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે