ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર કારખાના પાસે એક્ટિવા લઈને બે કુખ્યાત મહિલા બુટલેગર દેશી દારૂની હાટડી ખોલી વેપાર કરતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી દેશી દારૂના જથ્થા સાથે માતાપુત્રીને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામથી પડધરી જતા રોડ ઉપર રેડકો કારખાના પાસે એક્ટિવા મોટર સાયકલ રાખી નેકનામ ગામે રહેતા કમળાબેન ચમનભાઈ પરમાર તેમજ તેમની પુત્રી જયશ્રીબેન ચમનભાઈ પરમાર દેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી એક્ટિવામાથી ૭ લીટર દેશી દારૂ ભરેલી ૨૮ કોથળી કિંમત રૂપિયા ૧૪૦ કબ્જે કરી ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ એક્ટિવા કિંમત રૂપિયા ૨૦ હજાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આ રેડ કરવા સમયે ટંકારા પીએસઆઈ એમ જે ધાંધલ તેમજ ડી સ્ટાફ અને મહિલા પોલીસ ધાડે ધાડા ઉતરી ગયા હતા અને ટંકારાની કુખ્યાત ગણાતી જગ્યાએ રેડ કરી આરોપીને ઝડપી લીધા હતા. આ દરમિયાન પોલીસ અને મહિલા આરોપી વચ્ચે ભારે રકઝક થઈ હોવાનુ અને મહિલા અગાઉ પણ પોલીસને ડરાવવાની ધમકાવવાની અને પોલીસથી બચવા માટે અનેક પેતરા હોવાની ચર્ચા સ્થાનિક લોકોમાં થઈ રહી છે.જોકે ગઇકાલે થયેલ રેડ દરમિયાન સૂર્યાસ્ત થઈ જતા મહિલા આરોપી ની ધરપકડ કરવામાં આવી ન હતી અને આજે સૂર્યોદય થયા બાદ બન્ને મહિલા આરોપીની અટકાયત કરી ને ટંકારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.