Wednesday, January 8, 2025
HomeGujaratટંકારા તાલુકાની આઠ ગ્રામ પંચાયતે ડેમી-૧ ડેમમાંથી થતી પાણીચોરીને અટકાવવા કાર્યપાલક ઈજનેરને...

ટંકારા તાલુકાની આઠ ગ્રામ પંચાયતે ડેમી-૧ ડેમમાંથી થતી પાણીચોરીને અટકાવવા કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી

ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ વિશાળ ડેમી -૧ ડેમમાંથી અમુક ઈસમો દ્વારા મોટર લગાવી પાણી ખેંચી લઈ પાણીનો દુરુપયોગ કરવામાં આવતા સરાયા ગ્રામ પંચાયત અને નેસડા (સુ) , કલ્યાણપર, હિરાપર, નાના ખીજડીયા, મોટા ખિજડીયા લખધીરગઢ, જબલપુર એમ  કુલ આઠ ગ્રામ પંચાયતોએ  રજુઆત કરી છે ડેમી-૧ ડેમનાં કાર્યપાલ ઈજનેરને પત્ર લખી પાણીનો બગાડ થતો અટકાવવા અને ગેર કાયદેસર કનેક્શનો કાપવા રજૂઆત કરી  છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના  સરાયા, નેસડા (સુ) ,કલ્યાણપર, હિરાપર, નાના ખીજડીયા, મોટા ખિજડીયા લખધીરગઢ, જબલપુર સહિત કુલ આઠ ગ્રામપંચાયત દ્વારા  ડેમી-૧ ડેમનાં કાર્યપાલ ઈજનેરને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ડેમી-૧ મીતાણામાં સૌની યોજનાનું પાણી આપવામાં આવે છે. જે પાણી ખેડૂત ખાતેદારોને ઉભો પાક બચાવવા માટે જ આપવામાં આવે તો તે સદઉપયોગ થાય તેમ છે. પણ આ પાણીનો બાજુમાં આવેલ મીતણીયા ડેમમાં  ૪૦ જેટલી મોટરો દ્વારા પાણી ઉપાડી આ મીતણીયા ડેમમાં નાખવામાં આવે છે. જેથી આ પાણીથી ખેતરનાં ઉભા પાકને નુકશાન થાય તેમ છે. જો આ પાણીનો બગાડ અટકાવવામાં નહિ આવે તો ખુબ જ મોટા પ્રમાણમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. ખાસ આ પાણીનો બગાડ અટકાવવા ડેમી-૧ માં આવેલ મોટરોનો ગેરકાયદેસર પાવર કનેક્શન કાપી આ પાણીનો બગાડ અટકાવવા તેમજ કેનાલમાં આવેલ ગેરકાયદેસર પાઈપ લાઈન દૂર કરવામાં આવે તેવી આઠ ગામો દ્વારા કાર્યપાલક ઈજનેરને લખવામાં આવેલ પત્રમાં વિનંતી કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!