તંત્ર ઘોર નિંદ્રામાં આવા ધંધાથીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જીવદયા પ્રેમઓની માંગણી
હળવદ શહેરમાં મુખ્ય બજારમાં દુકાનદારો થી માંડીને શાકભાજી તથા અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓ દ્વારા 20 માઈક્રો નીચેના પ્લાસ્ટિક ઝબલા બેરોકટોક વાપરતા હોવાની જીવદયા પ્રેમીઓમાં ફરિયાદો ઉઠવા પામી છે. જીવદયા પ્રેમીઓ જણાવ્યું હતું કે બજારમાં ખુલ્લેઆમ 20 માઈક્રો નીચેના પ્લાસ્ટિક ઝબલા નુ બેરોકટોક વિતરણ થઇ રહ્યું છે ત્યારે આવા ધંધાર્થીઓ સામે કડકમાં કડક ઝુંબેશ ચલાવી હાનિકારક ઝબલાઓ બંધ કરાવી હળવદની મેન બજાર. શાકમાર્કેટ. બસ સ્ટેશન વિસ્તાર.રેલવ સ્ટેશન રોડ. સરા ચોકડી. સહિતના વિસ્તારોમાં ૨૦ માઈક્રો નીચેના પ્લાસ્ટિક ઝબલા ગ્રાહકોને ખુલ્લેઆમ અપયા છે. આ ઝબલાઓ લોકો દ્વારા અન્ય ચીજવસ્તુઓ નાખી ફરીથી કચરામાં નાખે છે ત્યારે આ પ્લાસ્ટિક ઝબલાઓ ગાયો તથા અન્ય પશુઓ ખાઈ જતાં હોવાથી આ પશુઓ મોતને ભેટે છે ત્યારે આ અંગે નગરપાલીકા દ્વારા તાત્કાલિક ધોરણે આ 20 માઈક્રો ઝબલા બંધ કરાવી કડક માં કડક કાર્યવાહી કરે તેવી જીવદયા પ્રેમીઓમાં માગણી ઉઠવા પામી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં વેપારીઓ આ પ્લાસ્ટિક ઝબલિઓ નો બેરોકટોક ઉપયોગ કરતાં જોવા મળે છે. તો તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા હરકતમાં આવી આવા ૨૦ માઈક્રો નીચેના ઝબલાનું વેચાણ જ બંધ કરાવે તો આનો ઉપયોગ બંધ થશે તેવું જીવદયા પ્રેમીઓની માગણી ઉઠવા પામી છે