Wednesday, October 30, 2024
HomeGujaratકેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા જન આશીર્વાદ યાત્રા લઈ આવતીકાલે હળવદ પહોંચશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા જન આશીર્વાદ યાત્રા લઈ આવતીકાલે હળવદ પહોંચશે

જન આશીર્વાદ યાત્રા ને આવકારવા હળવદ ભારતીય જનતા પાર્ટીના આગેવનો તત્પર

- Advertisement -
- Advertisement -

આવતીકાલે નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા જનઆશીર્વાદ યાત્રા લઈ હળવદ આવવાના છે ત્યારે હળવદ ભરતીય જનતા પાર્ટીના સમર્થકો આ યાત્રાને આવકારવા માટે તત્પર છે તાજેતર માંજ કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ થયું જેમાં સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર ના સંસદસભ્ય ડૉ. મહેન્દ્ર મુંજપરાને પણ કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે ત્યારે નવનિયુક્ત તમામ કેન્દ્રીય મંત્રીઓ જનઆશીર્વાદ યાત્રા લઈને પોતાના મતવિસ્તારમાં જઈને લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા જનઆશીર્વાદ યાત્રા લઈને આવતીકાલે તારીખ ૧૭ને મંગવારે હળવદ તાલુકાની જનતા ના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવવાના છે આ યાત્રા માટેલધામ થઈને શિવપુર – માથક – કડીયાણા – સુંદરગઢ – શિરોઇ – માનસર થઈને હળવદ આવશે અને શિશુમંદિરના સાંસ્કૃતિક હોલ ખાતે સાંજે ૭.૩૦ કલાકે સભાને સંબોધશે, કાર્યકરોના પણ આશીર્વાદ પ્રાપ્ત કરશે ત્યારે આ કાર્યક્રમને લઈને હળવદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે અને આ જનઆશીર્વાદ યાત્રાને આવકરવા માટે હળવદના નાગરિકો પણ ઉત્સુક છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપ ના કાર્યકરો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!