મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સવારથી બપોર સુધી અસહ્ય બફારાની અસર રહી બાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ટંકારા શહેર તેમજ તેના આજુબાજુના મોટા ખીજડીયા, લજાઈ, નેસડા, સુરજી સહિત અનેક ગામોમાં ભારે પવન સાથે જોરદાર માવઠું પડ્યા છે.
આ અચાનક પડેલા માવઠાને કારણે એકબાજુ ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ ગરમીથી પીડાતા લોકો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. ભારે પવન અને મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોમાં તાજગીનો અહેસાસ થયો છે.