Monday, November 18, 2024
HomeGujaratહળવદ માર્કેટ યાર્ડ - ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમીતે...

હળવદ માર્કેટ યાર્ડ – ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમીતે વિવિધ કાર્યક્રમો યોજાયા

યશસ્વી વડાપ્રધાન ને શુભેચ્છા પાઠવી.વિવિધ કાર્યક્રમો પૈકી G20 અંતર્ગત કાર્યક્રમની એક ઝલક.

- Advertisement -
- Advertisement -

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આપણા ગુજરાતના પનોતા પુત્ર,દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા, ખેડૂત મિત્રોના ખેત ઉત્પન્ન ની ઉતરાઈ માટે વિશાળ શેડમાં મહા પૂજા કરી લોકાર્પણ કરવામાં આવ્યો અને માનનીય વડાપ્રધાનના જન્મદિવસ ની યાદગીરી રૂપે આ નવા સેડનુ નામકરણ “નમો ઓક્ષન “નામ આપવામાં આવ્યું હતું, સાથે સાથે માર્કેટ યાર્ડ -માં અઢળક પક્ષીઓ માટે રામ કી ચિડિયા રામ કા ખેત,ખાલો ચિડિયા ભર ભર પેટ,આ પંક્તિઓને સાકાર કરતા યાર્ડ ના વેપારી મિત્રોના મગફળી ના ઢગલામાં જાણે દાણા વીણવા બેઠા હોય એમ હજારોની સંખ્યામાં પક્ષીઓ ચણે… પછી શેડમાં હે… યને મજાના વિસામો કરે…પણ વાહનોની અવર જવર થાય ત્યારે શેડ માંથી આ પારેવડાં શેડ ઉપર બેસે અથવા ઉડી જાય… આવા સમયે જો વરસાદ ચાલુ હોય તો આ પક્ષીઓ ક્યા જતા હશે …તે વિચાર કરી માર્કેટિંગ યાર્ડના નવ નિયુક્ત યુવા ચેરમેન રજનીભાઈ સંઘાણી એ પક્ષી ઘર બનાવવાના સંકલ્પ સાથે માનનીય વડાપ્રધાન ના જન્મદિવસની યાદગીરી રૂપે “નમો પક્ષી” ઘરનું ખાત મુર્હૂત કર્યું હતું.

હળવદ માર્કેટ યાર્ડ – દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત તાલુકાના ખેડૂત પરિવારને પ્રીમિયમ વગર ચૂકવાય છે 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને mbbs માં અભ્યાસ કરતા ખેડૂત દીકરા દીકરીને વાર્ષિક 20000 રૂપિયાની પ્રોત્સાહક સહાય ચુકવવામાં આવે છે. જે અંતર્ગત 6 ખેડૂત પરિવાર ને વીમો અને 15 વિદ્યાર્થીઓને સ્કોલશીપ ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, પૂર્વ મંત્રી બીજેશભાઈ મેરજા, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, પૂર્વ ચેરમેન રણછોડભાઈ પટેલ, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, સહિતના રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!