સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. જેમાં હળવદ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા શ્રી રામ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ શોભાયાત્રામાં તમામ સનાતની હિન્દુ ભાઈ-બહેનોને બહોળી સંખ્યામાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળના જણાવ્યા અનુસાર, આગામી તારીખ 30-03-2023ના રોજ ભગવાન શ્રી રામની જન્મજયંતિ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા હળવદ શહેરમાં સૌપ્રથમ વાર ભગવાન શ્રી રામની અતિભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી રહી છે. જેમાં લક્ષ્મીનારાયણ ચોક ખાતે બપોરે 3:00 વાગ્યે રેલીની શરૂઆત કરવામાં આવશે, જે મેઈન બજારમાંથી થઈ ગાયત્રી મંદિર ખાતે પૂર્ણ થશે. જેમાં મોટી સંખ્યામાં લોકોની સાથે સાથે પ્રભુ શ્રી રામનો રથ, ઉંટ ગાડાઓ, ભજન મંડળીઓ, અખાડાઓ, રામાયણ પાત્રો, ઢોલ નગારા સહીતની વસ્તુઓ સાથે યાત્રાની શરૂઆત કરવામાં આવશે. તો આ પ્રસંગે શહેરીજનોને પધારવા વિશ્વ હિન્દૂ પરિષદ તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.