આજે મોરબી ના ટંકારા તાલુકાનાં ધ્રુવનગર ગામે જગતગુરુ શારદાપીઠ દ્વારિકા શંકરાચાર્ય સદાનંદ સ્વરૂપાનંદ સરસ્વતીજી એ મુલાકાત લીધી હતી.
જેમાં ટંકારાના ધ્રુવ નગર ખાતે ધ્રુવરાજસિંહ (ધ્રુવ દાદા) ના નિવાસ સ્થાને પધારેલા જગતગુરુ શારદાપીઠ દ્વારિકા શંકરાચાર્ય સદાનંદ સ્વરૂપાનંદ સરસ્વતીજી એ જણાવ્યું હતું કે જગત ગુરુ શંકરાચાર્ય નો ધ્રુવ નગરના દરબારગઢ સાથે ૫૦ વર્ષ જૂનો સંબંધ રહ્યો છે અને તેઓ અવાર નવાર અહીંયા આવતા હતા અને હવે આ પદ પર આરૂઢ થયા બાદ પરત વખત સ્વરૂપાનંદ સરસ્વતી જી ધ્રુવ નગર પધારેલા છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ પદ લોકોને ધર્મોપદેશ આપવા માટે છે ધર્મના રસ્તે કઇ રીતે ચાલવું તે જણાવવા માટે છે અને લોકો બધું કરે જ છે એમાં જો ધર્મ ની તાકાત જોડાઈ જાય તો અલૌકીક સુખ ની પ્રાપ્તિ થઈ શકે છે અને આદિગુરી શંકરાચાર્ય એ દેશના ચારે ખૂણા માં ચાર પીઠ ની સ્થાપના કરી છે જેથી સનાતન ધર્મ પર કોઈ સંકટ આવે છે તો લોકો તેમની પાસે જઈ શકે તેથી ચારેય પીઠ પર શંકરાચાર્ય ની નિમણુક પણ કરી છે.