હળવદની ડી.વી. રાવલ કોલેજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સો જેટલા નવા મતદારો ઉમેરાણા હતા.
હળવદની ડી. વી. રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગત તા. ૨૩ નાં રોજ મતદારયાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ મામલતદાર સૂરાણી, કોલેજના પ્રિન્સીપાલ પ્રિ. ડૉ. જે. એન. માલાસણા સહિતના પદાધિકારીઓ હાજર રહી વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ અવસરે કોલેજના અધ્યાપકોએ ચુંટણીકાર્ડની ઉપયોગીતા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તથા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત અંદાજીત ૧૦૦ જેટલા નવા મતદારોની નોંધણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એન.એસ.એસ. યોજના અંતર્ગત યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમમાં કોલેજના એમ્બેસેડર રાહુલ ખાંભડીયાની કામગીરી પ્રશંસાપાત્ર રહી હતી.