કોરોના કાળ માં તો દરેક સ્મશાન માં મૃતદેહો ની કતાર લાગી હતી પરંતુ તે સમયે તંત્ર પાસે યોગ્ય કારણ હતું પણ મોરબી જિલ્લો કોરોનામુક્ત થઈ ગયા બાદ આજેપણ હળવદ ના સ્મશાન માં મૃતદેહ ના અગ્નિસંસ્કાર માટે લાકડા અને છાણા નો અભાવ હોવાથી મૃતદેહ ને અંતિમ સંસ્કાર કરવા માટે ડાધુઓ એ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે .
આ બાબતે હળવદ માં જાગૃત સામાજિક કાર્યકર અઝુભાઈ એ નગરપાલિકા ના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલ ને રજુઆત કરતા જણાવ્યું હતું કે હળવદ માં સ્મશાન માં લાકડા તો છે પણ એ લાકડા મૃતદેહ ના અંતિમ સંસ્કાર માટે કોઇ કામ માં આવે એમ નથી અને સાથે જ છાણા પણ નથી તો નગરપાલિકા દ્વારા આ વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી ત્યારે સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા જણાવવામાં આવ્યું કે નગરપાલિકાને છાણા મળતા નથી. છેલ્લા પંદર દિવસ થી હળવદ સ્મશાન માં છાણા જ નથી જેથી અંતિમ સંસ્કાર માટે આવતા ડાધુઓ ને છાણા શોધવા માટે કલાકો રાહ જોવી પડી રહી છે.