Friday, April 26, 2024
HomeNewsWakanerવાંકાનેરના કણકોટ પ્રાથમિક શાળાના શિક્ષકનો વિડીયો વાયરલ : જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા કારણદર્શક...

વાંકાનેરના કણકોટ પ્રાથમિક શાળાના શિક્ષકનો વિડીયો વાયરલ : જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી

વાંકાનેરમાં શાળાઓ બંધ વચ્ચે કણકોટ પ્રાથમિક શાળાના શિક્ષકનો ચાલુ શાળાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના કણકોટની પ્રાથમિક શાળાના શિક્ષકનો વિડીયો વાયરલ થયો છે જેમાં આચાર્ય અને શિક્ષક જીતુ વકુટિયાં દ્વારા વિદ્યાર્થીઓને બોલાવી અને કોઈ પણ સાવચેતી રાખ્યા વિના તેમજ સરકારી ગાઈડલાઈનના નિયમોનો ઊલાળીયા કરતા વિડીયોમાં નજરે પડી રહ્યા છે વાંકાનેર તાલુકાના કણકોટ પ્રાથમિક શાળાના આચાર્ય જીતુ વાકુટિયા દ્વારા શાળા શરૂ કરાતા કોઈ વ્યક્તિએ તેઓને સરકાર દ્વારા શાળાઓ બંધ હોવા છતાં કેમ શરૂ કરી અને કોઈ માસ્ક કે સોશ્યલ ડિસન્સ વિના કોના આદેશ પર શાળા શરૂ કરવામાં આવી તેવા પ્રશ્નો કરતા શિક્ષક આચાર્ય ગલ્લા તલ્લા કરવા મંડતાં નજરે પડી રહ્યા છે જો કે આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે એ હજુ ચોક્કસ પણે જાણી શકાયું નથી પરંતુ જે વિડીયો માં શિક્ષક છે એ કણકોટ પ્રાથમિક શાળાના શિક્ષક છે ત્યારે આ વાઇરલ વિડીયો એ મોરબી જીલ્લામાં ચકચાર મચાવી દીધી છે જેમાં મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી દ્વારા શિક્ષકને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગ્યો છે અને શાળાના આચાર્ય જીતુ વાકુટિયાંને વાંકાનેર બોલાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!