Wednesday, December 4, 2024
HomeNewsWakanerવાંકાનેર માર્કેટયાર્ડ ખાતે સીઝનના નવા કપાસના પાકની આવક શરૂ

વાંકાનેર માર્કેટયાર્ડ ખાતે સીઝનના નવા કપાસના પાકની આવક શરૂ

આજરોજ તા.૮ સપ્ટેમ્બરના રોજ વાંકાનેર માર્કેટયાર્ડ ખાતે વર્ષ ૨૦૨૦-૨૧ ના નવા કપાસની આવક શરુ થતા નવા કપાસની હરરાજી કરવામાં આવી હતી જેમાં વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામના ખેડૂતનો કપાસ રૂા .૧૮૫૧ / – ના પ્રતીમણના ભાવે વેચાતા હાજર રહેલ ખેડૂતો , કમીશન એજન્ટો , વેપારી મીત્રોએ હર્ષ ઉલ્લાસથી પેંડા વેચી વધામણાં કરવામાં આવ્યા આ પ્રસંગે એ.પી.એમ.સી ચેરમેન શકીલ એહમદ પીરઝાદા , વાઈસ ચેરમેન અશ્વીનભાઈ મેધાણી , ડિરેકટરર્સ અલીભાઈ બાદી , અમીયલભાઈ કડીવાર , ગુલાબભાઈ બાદી સહીત ફૈઝ ઈન્ડસ્ટ્રીઝના નિશારએહમદ બાદી , ગ્લોસી કોટેલના જાકીરભાઈ માથકીયા સહીતના હાજર રહ્યા હતા .
અત્રે ઉલ્લેખનીય છે કે એ.પી.એમ.સી ખાતે આવેલ નવો કપાસ હાલ ઓછા જથ્થામાં આવી રહયો છે. પરંતુ કપાસની કવોલેટી અપેક્ષા કરતા ધણી સારી જણાય રહી હોવાથી . ખેડૂતોને પોતાના માલના સારા ભાવ મળી રહે તે માટે પોતાનો માલ માર્કેટયાર્ડમાં વેચવાનો આગ્રહ રાખવા એ.પી.એમ.સી ના ચેરમેન શકીલ પીરઝાદા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!