વાંકાનેરના તીથવા ગામ નજીકની નદીમાં ચાર બાળકીઓ ડૂબી હતી જેમાં બે બાળકીઓને ગ્રામજનોએ બચાવી લીધી હતી જ્યારે બે બાળકીઓને શોધવા તંત્રે કવાયત હાથ ધરી હતી જેમાં આજે વહેલી સવારે બે બાળકીઓના મૃતદેહ મળી આવતાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.
વાંકાનેરના તિથવા નજીક મૂળ રાજસ્થાનનો પરિવાર છેલ્લા ઘણા દિવસોથી અમરસર ફાટક નજીક ઝૂપડા બાંધી રહે છે ત્યારે વાંકાનેર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભિક્ષામાંગી ગુજરાન ચલાવતા હતા જેમાં ગત સાંજે ચાર બાળકીઓ તેની દાદી માં સાથે ભિક્ષા માંગવા માટે તીથવા ગામે ગઈ હતી ત્યારે તીથવા ગામની પાસેથી નદીમાં ચાર બાળકીઓ ન્હાવા પડી હતી ત્યારે ચારે બાળકીઓ પાણી માં ડૂબવા લાગતાં ગ્રામજનોને જાણ કરી હતી ત્યારે ગામના લોકોએ ૧૪ વર્ષ ની બે બાળકીઓ ને બચાવી લીધી હતી જ્યારે નાની બે બાળકીઓ શીતલ બહાદુર મોલેસલામ ઉ.વ. ૧૨ અને કીર્તિ રશીદ મોલેસલામ ઉ.વ. ૦૮ નદીના વહેતા પાણી માં ગરક થઈ હતી બાદમાં તંત્રની ટિમો બાળકીને શોધવા કવાયત હાથ ધરી હતી જે દરમ્યાન આજે વહેલી સવારે ઘટના સ્થળ નજીકથી ડૂબી ગયેલી બાળકીઓ ના મૃતદેહ મળી આવ્યા હતા જેને પીએમ અર્થે ખસેડી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મૃતદેહ મળી આવતાં નાના એવા ગામ અને બાળકીઓના પરિવાર જનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો