Sunday, April 20, 2025
HomeGujaratહળવદ રણ કાંઠાની ચાર સ્કૂલોમાં વોટર કુલર અને ફિલ્ટર લગાવાયા

હળવદ રણ કાંઠાની ચાર સ્કૂલોમાં વોટર કુલર અને ફિલ્ટર લગાવાયા

હળવદ તાલુકાની માનગઢ, નવી જોગડ, જુના માલણીયાદ, બુટવડાની સરકારી પ્રાથમિક શાળાઓના એક હજારથી વધુ બાળકોને રણ કાંઠાની અસહ્ય ગરમીમાં ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે એવા હેતુથી રોટરી ક્લબ ઓફ હળવદ અને લાયોનેશ ક્લબ ઓફ કિંગ્સ સર્કલ, મુંબઈના સંયુક્ત ઉપક્રમે દાતા ધીરજલાલ મોરારજી અજમેરા ચેરિટી ટ્રસ્ટ, મુંબઈના આર્થિક સૌજન્યથી કુલર તેમજ ફિલ્ટર લાગાવવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મહારાષ્ટ્ર સરકારે જેમને પાણી વાલી બાઈ તરીકેનું બિરુદ આપી સન્માનિત કરેલ છે અને અત્યાર સુધીમાં એમના દ્વારા વિવિધ જગ્યાએ 140 જેવા પરબો બનાવેલ છે એવા મયુરિકાબેન જોબાલીયાના વરદ હસ્તે ચારેય શાળાના પરબોનું રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યોતિબેન મહેતા અને રાજેન્દ્રસિંહ રાણાના પ્રમુખ કાર્યકાળમાં આ પ્રોજેક્ટનું આયોજન થયુ હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ચેરમેન મયુરિકાબેન જોબાલિયા અને પ્રોજેક્ટ ચેરમેન ગજેન્દ્રભાઈ મોરડીયાની જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં નરભેરામભાઈ અઘારા, જનકબેન અઘારા, સુરેશભાઈ પટેલ, મીનાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!