ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આવતી કાલે 7 માર્ચની સવાર રાજ્યના અનેક વિસ્તારો માટે ધુમ્મસભરી રહેવાની આગાહી જાણીતા યુવા વેધરમેન ઉતમ માળી એ કરી છે એમણે કહ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર પર અસર પડી શકે છે. આવતીકાલે સવારે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ધુમ્મસ જોવા મળશે. અહીં ધુમ્મસની તીવ્રતા એટલી વધારે હોઈ શકે છે કે જાણે વરસાદ પડતો હોય તેવી ઝાકળની અનુભૂતિ થશે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભેજવાળા વાતાવરણ વચ્ચે ધુમ્મસની ચાદર છવાઈ જશે. મુખ્યત્વે નીચેના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે:
સૌરાષ્ટ્ર: જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ.
ઉત્તર ગુજરાત: વિરમગામ, રાધનપુર, સાંતલપુર અને થરાદ જેવા વિસ્તારોમાં પણ હળવીથી મધ્યમ ઝાકળ પડવાની પૂરી શક્યતા છે.રાજ્યમાં ઠંડા પવનોની સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.









