Friday, January 10, 2025
HomeGujaratહળવદ શહેરને નર્કાગારમાં ફેરવનાર નગરપાલિકા ક્યારે ગંદગી અને કમર તોડ રસ્તામાંથી પ્રજાને...

હળવદ શહેરને નર્કાગારમાં ફેરવનાર નગરપાલિકા ક્યારે ગંદગી અને કમર તોડ રસ્તામાંથી પ્રજાને મુક્તિ આપશે ? : સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ

હળવદના ધારાસભ્યને લોકોએ આડેહાથ લીધા સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો

- Advertisement -
- Advertisement -

સફાઈ, મિલકત વેરો વસૂલવામાં અવ્વલ પાલિકા તંત્ર કામગીરીમાં શૂન્ય, શહેરજનોમાં રોષ ની લાગણી,હળવદની સમસ્યા દૂર કરવામાં રાજકીય આગેવાનોને રસ નથી તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતા રાજકીય ગરમાવો

હળવદ શહેર માં જ્યાં જુઓ ત્યાં કચરા ના ઢગલા ઓ ઊભરતા ભૂગર્ભ ગટર ના ગંદા પાણી કમરતોડ રોડ રસ્તા ઓ જેના કારણે હળવદ ની પ્રજા પારાવાર પરેશાની ભોગવી રહીછે.

કચરા ના ઢગલા અને ઉભરાતી ગટરો ને કારણે હળવદવ શહેરમાં રોગચાળો ફેલાવવા નો ભય પ્રજા ને લાગી રહીયો છે હાલ પણ ઘરે ઘરે માંદગી ના ખાટલા છે,ત્યારે ચીફ ઓફિસર અને વહીવટદાર દ્વારા તાત્કાલિક ધોરણે સમસ્યાઓ હલ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
હળવદના ધારાસભ્યને લોકોએ આડેહાથ લીધા સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો હતો,જેના કારણે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો.
સફાઈ, મિલકત વેરો વસૂલવા માં અવવલ પાલિકા તંત્ર કામગીરીમાં શૂન્ય તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.આમ હળવદ પાલિકા હાલ તો ઘનીઘોરી વગર ની થઈ ગઇ હોય તેવું લાગે છે કારણ કે હળવદ શહેરમાં હાલ તો ગંદકી નુ શહેર બની ગયું છે અને કમરતોડ રોડ રસ્તા ની નગરી થી પ્રજા આર્થિક શારીરિક રીતે પણ સહન કરી રહેલ છે ત્યારે પાલિકા ના વહીવટદાર અને ચીફ ઓફિસર શહેર ને રોગચાળો ભરડો માં લે તે પહેલાં હળવદ શહેર ને ગંદકી અને ખાડા મુક્ત બનાવો તેવુ શહેરીજનો ઈચ્છી રહ્યા છે,સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવું શહેરીજનોમાં ચર્ચાય રહ્યું છે, સામાજિક કાર્યકર દ્વારા વિવિધ સમસ્યાઓ અને હથેળીમાં ચાંદ બતાવનાર રાજકીય આગેવાનો આડે હાથ લેતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા ગરમાવઓ આવી ગયો છે.. હળવદ શહેરીજનો માટે નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન સુવિધા જાહેર કરવામાં આવી હતી જેનું સુસૂરિયું થયું હોય તેવું લાગી રહ્યું છે તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટીદાર કુંભકરણ નિંદ્રામાંથી જાગીને શહેરીજનોને સુવિધા પૂરી પાડે તેવી લોકમાર્ગની ઉઠવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!