Sunday, December 22, 2024
HomeGujaratજેના અન્ન ભેગા તેના મન ભેગા:હળવદના ઘનશ્યામપુર ગામે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે હવન...

જેના અન્ન ભેગા તેના મન ભેગા:હળવદના ઘનશ્યામપુર ગામે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે હવન અને સમસ્ત ગામ ધુમાડાબંધ જમણવાર યોજાયો

હળવદ તાલુકાનું ઘનશ્યામપુર ગામ આજ સુધીમાં ૧૫ વખત સમસ્ત ગામ ધુમાડેબંધ જમણવાર યોજાઈ ગયો છે

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે અમાસ નિમિત્તે સમસ્ત ગામ ધુમાડે બંધ જમણવાર યોજાયો હતો.ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત ગામ દ્વારા હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ઘનશ્યામપુર ગામના 8000 થી વધુ લોકોએ એકી સાથે સમૂહમાં પ્રસાદ લીધો હતો કોઈપણ જ્ઞાતિના ભેદભાવ વગર એક સાથે પ્રસાદ લીધો હતો ભોજન ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમનું ઉદાહરણ જોવા મળ્યું હતું

શ્રાવણી અમાસ નિમિત્તે હળવદ પંથકના નાં શિવાલયોમાં હરહર નો નાદથી ગુંજી ઉઠ્યા
ભગવાન શિવની ઉપાસના સાથે છોટી કાશી તરીકે ઓળખાતા ભુદેવો ની નગરી એવા હળવદ માં શ્રાવણનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસ શ્રાવણના અંતિમ દિવસે મહાદેવના દર્શને ભારે માત્રામાં ભાવિકો ઊમટાયા હતા. વહેલી સવારથી થી શિવ ભક્તો શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી હતુ,હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે શિવ મહિમા સત્યનારાયણની કથા અને ભંડારો યોજાયો હતો.હળવદ પીજીવીસીએલ ખાતે અમાસ નિમિત્તે શિવ મહિમા નું વર્ણન વક્તા ભરતદાસબાપુ હામપર વાળાએ પોતાની વાણીમાં રસપાન કરાવ્યું હતું. સાથે સાથે સત્યનારાયણની કથા અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા, હળવદ પીજીવીસીએલ ખાતે એજ્યુકેટ એન્જિનિયર કે ડી નિનામા નાયબ ઈજનેર જે એલ બરંડા, ચૌધરી સર, સહિતના અધિકારીઓ રાજકીય આગેવાનો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!