Monday, January 27, 2025
HomeGujaratમોરબીમાં યુરિયા ખાતરની અછત કેમ?શું ખેડૂતોને આપવાનું થતું યુરિયા ખાતર અન્ય જગ્યાએ...

મોરબીમાં યુરિયા ખાતરની અછત કેમ?શું ખેડૂતોને આપવાનું થતું યુરિયા ખાતર અન્ય જગ્યાએ જાય છે??યોગ્ય તપાસ જરૂરી

મોરબી જિલ્લામાં યુરિયા ખાતર (H 2 NCONH 2) ખેડૂતો તેના પાક ના વધુ ઉત્પાદન માટે વાપરી અને તેનું મબલખ ઉત્પાદન કરે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી યુરિયા ખાતરની અછત ઠેર ઠેર જોવા મળી રહી છે પરંતુ આ અછત પાછળનું વાસ્તવિક કારણ શું છે ? કેમ યુરિયા ખાતર ની અચાનક જ અછત ઊભી થઈ ગઈ ? ખેડૂતોનું યુરિયા ખાતર કોણ લઇ જાય છે ? આવા અનેક સવાલો પર લોકોનું કે તંત્ર નું ધ્યાન નથી પડતું અનેક વખત યુરિયા ખાતર નો ગેરકાયદેસર સંગ્રહ સામે આવે છે તો અમુક જગ્યા યુરિયા ખાતરની ટ્રક પોલીસ દ્વારા પકડવામાં આવે છે પંરતુ આ ખાતર ક્યાં જતું હતું કોને મંગાવેલ હતું એનું પગેરું મેળવામાં ના તો મીડિયા ધ્યાન આપે છે કે નહિ તંત્ર જેના લીધે યુરિયા ખાતર ના માફીયાઓ પણ બેફામ છે જેનું નુકશાન ખેડૂતોને ભોગવવું પડે છે.

- Advertisement -
- Advertisement -

જી હા મિત્રો યુરિયા ખાતર (H 2 NCONH 2) નો જથ્થો ભરેલી ટ્રક આજથી સાત માસ પૂર્વે મોરબી તાલુકા પોલીસે ગાળા ના પાટિયા નજીકથી પકડી પાડયો હતો જો કે આગળ આ તપાસ માં ખેતીવાડી તંત્ર ને જાણ કરી હતી બાદમાં ગયા સપ્તાહ માં હળવદ પોલીસે પણ યુરિયા ખાતર નો સંગ્રહ કરેલ એક ગોડાઉન પકડાયું હતું જે સ્થાનિક આગેવાનના ભાઈ નું હતું પરંતુ આ યુરિયા ખાતર ના ગેરકાયદેસર સંગ્રહ કેસમાં રાજકીય આગેવાનો સાથે શું સાંઠગાંઠ છે એ મોટો સવાલ છે.

યુરિયા ખાતર નો ખેતી સિવાય શેમાં ઉપયોગ થાય છે?

વિજ્ઞાન રસાયણશાસ્ત્ર મુજબ યુરિયા-ફોર્માલ્ડિહાઇડ રેઝિન

રાસાયણિક સંયોજન દ્વારા લેખિત અને હકીકત-તપાસ કરેલ જેમાં

યુરિયા-ફોર્માલ્ડિહાઇડ રેઝિન , રાસાયણિક સંયોજન દ્વારા મેળવેલ કૃત્રિમ રેઝિનનો કોઈપણ વર્ગયુરિયા (એક નક્કર સ્ફટિક જે એમોનિયામાંથી મેળવવામાં આવે છે ) અનેફોર્માલ્ડિહાઇડ ( મિથેનમાંથી મેળવવામાં આવતો અત્યંત પ્રતિક્રિયાશીલ ગેસ ). યુરિયા-ફોર્માલ્ડિહાઇડ રેઝિનનો ઉપયોગ મોટાભાગે પ્લાયવુડ, પાર્ટિકલબોર્ડ અને અન્ય માળખાગત લાકડાના ઉત્પાદનોના બંધન માટે એડહેસિવ તરીકે થાય છે. યુરિયા અને ફોર્માલ્ડિહાઇડની રાસાયણિક રચના અને પ્રતિક્રિયા કે જેના દ્વારા તેઓ કાયમી રીતે એકબીજા સાથે જોડાયેલા પરમાણુઓના નેટવર્કમાં પોલિમરાઇઝ્ડ થાય છે તેનું સંક્ષિપ્તમાં લેખ એલ્ડિહાઇડ કન્ડેન્સેશન પોલિમરમાં વર્ણન કરવામાં આવ્યું છે .

ઔદ્યોગિક ઉત્પાદનમાં, યુરિયા રેઝિન જલીય દ્રાવણમાં ફોર્માલ્ડિહાઇડ અને યુરિયાના ઘનીકરણ દ્વારા બનાવવામાં આવે છે , જેમાં એમોનિયાનો ઉપયોગ આલ્કલાઇન ઉત્પ્રેરક તરીકે થાય છે.ઘનીકરણ પ્રતિક્રિયા એક રંગહીન, ચાસણીયુક્ત દ્રાવણ આપે છે જેને પછીથી કોટિંગ અથવા એડહેસિવમાં ઉપયોગ માટે પાવડરમાં સ્પ્રે-સૂકવી શકાય છે; તેને સેલ્યુલોઝ ફિલર સાથે ભેળવીને ઘન પદાર્થોમાં મોલ્ડિંગ માટે પાવડર ઉત્પન્ન કરી શકાય છે. ગરમી અને દબાણના પ્રભાવ હેઠળ, રેઝિન , આ બિંદુએ મોટાભાગે ઓછા-મોલેક્યુલર-વજનના મધ્યવર્તી પોલિમર અથવા પ્રીપોલિમર્સનું બનેલું હોય છે, તેની અંતિમ સ્થિતિમાં સાધ્ય થાય છે, જેમાં એકબીજા સાથે જોડાયેલા ત્રિ-પરિમાણીય નેટવર્કનો સમાવેશ થાય છે.

યુરિયા-ફોર્માલ્ડિહાઇડ પોલિમરનો ઉપયોગ કરચલીઓ સુધારવા અને પ્રતિકારને સંકોચવા માટે ટેક્સટાઇલ ફાઇબરની સારવાર માટે પણ કરવામાં આવે છે, અને કોટિંગની સપાટીની કઠિનતાને સુધારવા માટે તેમને આલ્કિડ પેઇન્ટ સાથે ભેળવવામાં આવે છે. જો કે યુરિયા ખાતર માંથી કઈ વસ્તુઓ બની શકે તેની પદ્ભતી ઓનલાઈન પણ ઉપલબ્ધ છે પંરતુ આ યુરિયા ખાતર પાછળ મોટા કૌભાંડ ની ગંધ ક્યાંકને ક્યાંક આવતી હોય તેવું મોરબી મીરર ના યુરિયા ખાતરની અછત કેસ સ્ટડી માં પ્રાથમિક રીતે જાણવા મળેલ છે.

આ ઉપરાંત અંગત સૂત્રો માંથી મળતી વિગતો અનુસાર આ યુરિયા ખાતર પાછળ મોટા રાજકીય માફીયાઓ ના તાર જોડાયેલ હોવાની પૂરી આશંકા છે.કેમ કે આ યુરિયા ખાતરનો આવડો મોટો જથ્થો બહાર નીકળી ક્યાં જાય છે કોના પ્લાન્ટ માં જાય છે? આ જાણવુ જરૂરી છે.સૂત્રોએ જણાવ્યા મુજબ આ યુરિયા ખાતર એક કેમિકલ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે ખુબ જ ચિકાસ વાળા કેમિકલ બનાવવા માં જે વસ્તુઓ વપરાય છે એ રાસાયણિક રીતે ખૂબ મોંઘી હોય છે જ્યારે યુરિયા ખાતર સહેલાઇ થી મળી પણ રહે છે અને એનું કેમિકલ કરતા સસ્તું પણ પડે છે અને મોટો નફો થાય છે.એવી પણ ચર્ચાઓ જાણવા મળેલ છે કે આવા કેમિકલ બનાવવા માટે લાયસન્સ પણ આપવામાં આવે છે અને સમયાંતરે આવા પ્લાન્ટ પર ખેતીવાડી તંત્ર દ્વારા ચેકીંગ પણ કરવામાં આવે છે પરંતુ કોઈને આ બાબતનું વધુ જ્ઞાન ના હોય અન્ય ધાંધાઓની જેમ આ કોભાંડ પણ ખેડૂતોને મૂર્ખ બનાવી ચાલી રહ્યું છે.મોરબી જિલ્લાનો વાત કરવા જઈએ તો મોરબીમાં પણ આવા પ્લાન્ટ છે જેની આગામી દિવસોમાં ચર્ચા કરીશું પણ ખેડૂતોના યુરિયા ખાતરનો ઉપયોગ કરી લાખો કરોડો રૂપિયા કમાઈ લેનાર આવા કારખાનેદારો સામે તવાઈ બોલાવવી અત્યંત જરૂરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!