7 ઓક્ટોબર એટલે કે વિશ્વ કપાસ દિવસ જે અંતર્ગત ટંકારા ખાતે એફ્પો સંસ્થા બિસીઆઈ પ્રોજેકટ હેઠળ ખેડુતોને તાલિમ યોજી ઉજવણી કરવામાં આવી હતી
એફ્પો સંસ્થા ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પ્રકારના કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય કપાસના ઉત્પાદનમાં વધારો કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ ફેરફારો કરવા, તેના ઉત્પાદન માટે જરૂરી ટેક્નોલોજીની સુવિધાઓ પૂરી પાડવા અને કપાસના વ્યવસાયમાં રોકાયેલા કામદારોની સ્થિતિ સુધારવા માટેનો ઉમદા હેતુ રહેલો છે. જે અંતર્ગત અલગ અલગ ગુર્પના ખેડૂતો સુધી પહોચી માહીતી ની આપલે કરે છે.
આજ રોજ રાજકોટ મોરબી રોડ પર સ્થિત રામાપીરના મંદીરના પટાંગણમાં એફ્પો સંસ્થાના બેટર કોટન સ્ટાન્ડર્ડ સિસ્ટમ સાથે જોડાયેલા લિડ ખેડુતોને તાલિમ યોજી વર્લ્ડ કોટન ડે ઉજવ્યો હતો. જેમાં સ્ટાફગણ ખેતીવાડી શાખા સાથે સંકળાયેલા અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા હતા.
આ તકે એફ્પો સંસ્થાના પ્રોજેકટ મેનેજર નિતીનકુમાર બંસલ સાહેબે 7 મી ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે ની વાત કરી હતી સાથે ભારત દેશ કપાસ ઉત્પાદનમાં પ્રથમક્રમે છે, વિશ્વના કુલ ઉત્પાદનનો 25 ટકા હિસ્સો ભારતનો છે. ભારતમાં 3 કરોડ 20 લાખ ગાંસડીનું ઉત્પાદન થાય છે. ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે ઉપરાંત કપાસમાંથી માત્ર કપડાં જ બનાવતા નથી પરંતુ તે ઘણા લોકો માટે રોજગારીનો સ્ત્રોત પણ છે. પ્રત્યક્ષની સાથે પરોક્ષ રીતે પણ અનેક લોકોને રોજગારી આપે છે અને એ માટે આપણે ટકાઉ કપાસની પદ્ધતિ તરફ આગળ વધવા ઉપર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહી જંતુનાશક દવા અને ખાતરના આડેધડ ઉપયોગથી સમાજ અને પ્રકુતી ઉપરથતી ખતરનાક અસરો ઉપર પ્રકાશ પાડયો હતો સાથે સલામતી અને માહીતીની આપલે બાબતે વિસ્તૃત વાત કરી હતી. ઉપરાંત આ કાર્યક્રર્મમાં ટંકારના પિયુ મેનેજરશ્રી રક્ષાબેન ગોંડલિયા, ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા ખેતીવાડી અધિકારી, ગ્રામ સેવક, ફોરેસ્ટ વિભાગના મેહુલભાઈ સંધાણી, એફ્પો ફિલ્ડ ફેસીલિલેટરો જોડાયા હતા.









