ગ્રામજનો બોરનું ક્ષારયુક્ત પાણી મજબુર, ગ્રામજનો માંદગીમાં સપડાવાની ભીતી
હળવદ તાલુકાના સુરવદર ગામે પાછલા ઘણા સમયથી પીવાના પાણીના ધાંધીયા છે. ગ્રામ પંચાયતનો બોર તો છે પરંતુ પાણી પીવા લાયક આવતુ નથી. જેને લઇ ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તેમજ રાજ્યના પાણી પુરવઠા તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
હળવદ તાલુકાના આજે પણ ઘણા એવા ગામો છે કે જ્યાં લોકોને પીવા માટે મીઠું પાણી નથી મળી રહ્યું ત્યારે હળવદ તાલુકાના સુરવદર ગામે ઘણા સમયથી પીવાનાં પાણીનો પ્રશ્ન છે. અહીં સુરવદર ગામે પંચાયત હસ્તકનો પાણીનો બોર તો છે પરંતુ તેમાં ક્ષારયુક્ત પાણી આવતું હોવાને કારણે ગ્રામજનોને પથરી, પેટ, હાડકા, સાંધા સહિતના દુ:ખાવાઓ થઈ જાય છે. જેથી, ગ્રામજનોને પીવાલાયક પાણી આપવા માટે આજે હળવદ તાલુકા વિકાસ અધિકારી અને રાજ્યના પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં ગ્રામ પંચાયતના સભ્ય જીતેશભાઈ દેવદાનભાઈ આહિરે જણાવ્યું હતું કે પાછલા ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં ગામનો પાણીનો પ્રશ્ન આજ દિન હલ સુધી થયો નથી. જેથી, આગામી દિવસોમાં પીવાલાયક પાણી આપવામાં નહીં આવે તો મારી સભ્ય પદેથી રાજીનામું દેવાની પણ તૈયારી છે.