હળવદ તાલુકાના યુવાનો ને આર્મી અને પોલીસ માં ભરતી માટે તૈયારી કરવા માટે સરળતા રહેશે
હળવદ તાલુકાના યુવા નો માટે આનંદ ના સમાચાર છે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ના પ્રયાસો થી હળવદ તાલુકા ના રમતગમત સંકુલ માટે હળવદ માર્કેટિંગ યાર્ડ સામે મોડેલ સ્કુલ ની બાજુમાં ગુજરાત સરકાર ના મહેસૂલ વિભાગ દ્વારા જમીન ફાળવવા માં આવી છે આ જગ્યા મોરબી જિલ્લા રમગમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી ને ફાળવવા માં આવી છે ત્યારે આગામી સમય માં ગુજરાત સરકાર ના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરોડો રૂપિયા ના ખર્ચે હળવદ તાલુકા કક્ષા નું રમતગમત સંકુલ નિર્માણ પામશે જેથી હળવદ તાલુકા ના યુવાનો આ સંકુલ માં વિવિધ રમતગમત થકી ફીટ બની અને રમતગમત ક્ષેત્ર માં આગવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકા માં ભારતીય સેના કે પોલીસ સહિત ની ભરતી ની તૈયારી કરતા યુવાનો માટે કોઈ મેદાન કે કોઈ જ વ્યવસ્થા નહોતી ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ એપીએમસીના ચેરમેન રજનીભાઈ સંધાણી સહિત સ્થાનિક આગેવાનો ની મહેનત થકી આગામી સમય માં ખૂબ મોટું રમતગમત સંકુલ ( સ્પોર્ટ્સ સંકુલ) નિર્માણ પામશે ત્યારે હળવદ તાલુકા ના યુવાનો માટે અને રમતગમત ક્ષેત્ર માં રુચિ ધરાવતા લોકો માટે અતિ આનંદ ના સમાચાર કહી શકાય.