Tuesday, January 14, 2025
HomeGujaratમોરબીમાંથી દારૂ સાથે તેમજ બીજા દરોડામાં જુગાર રમતા પકડાય

મોરબીમાંથી દારૂ સાથે તેમજ બીજા દરોડામાં જુગાર રમતા પકડાય

મોરબીમાં વિદેશી દારૂ સાથે પકડાયા
મોરબીમાં પોલીસે ગઈકાલે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે તા.૯ ના રોજ મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલની બાજુમાં પચ્ચીસ વારીયા પાસે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે નીકળેલા આરોપી મોહિનભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયા (ઉ.વ 22, રહે. મોરબી, કાલીકાપ્લોટ, નર્મદા હોલ) ને વીદેશી દારૂની મેકડોવેલ્સનં 1 સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ 750 ML ની કંપની શીલ બંધ બોટલ નંગ.૨ કિ.રૂ. 600 સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના જેતપર ગામે જુગાર ધામ પકડાયુ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે તા.૯ ના રોજ બાતમીના આધારે મોરબી તાલુકાના જેતપર ગામે રાજકોટ ડ્રીસ્ટ્રીકટ બેંકના ખુણે જાહેરમાં ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા પ્રવિણભાઇ માધુભાઇ હળવદીયા, યશવંતભાઇ જગુભાઇ અઘારા, વિજયભાઇ વશરામભાઇ અઘારા, અશોકભાઇ લાભુભાઇ અઘારા, પરેશભાઇ અમરશીભાઇ અઘારા, અલ્પેશભાઇ નરશીભાઇ અમૃતિયા, કાંતિલાલ મહાદેવભાઇ અમૃતિયાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧૨,૧૦૦ ના મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!