ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જયંતી ૧૦ થી ૧૨ તારીખ ત્રણ દિવસ જન્મોત્સવ ઉજવાશે ત્યારે ૧૨ તારીખના દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પધારવાના હોવાથી તે દિવસે સવારના ૦૬:૦૦ વાગ્યા થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જયંતી નિમિતે ૧૨ તારીખના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મું ઉપસ્થિત રહેવાના હોવાથી ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ કાર્યક્રમ માટે ના મજૂરી અને સરકારી વાહનોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં મોરબી તરફથી લજાઈ ચોકડી તરફથી ટંકારા આવતા વાહનો પ્રવેશી નહિ શકે, રાજકોટ તરફથી મિયાણા ચોકડીથી વાહનો પ્રવેશી નહિ શકે, જામનગરથી આવતો રોડ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટિયા થી ટંકારા તરફ પ્રવેશી નહિ શકાય. અને આ રૂટ માટે વૈકલ્પિક રૂટ માં લજાઈ ચોકડીથી, હડમતીયા કોઠારિયા, જડેશ્વર, ભંગેશ્વર, તીથવા, પીપળીયા રાજ, વાલાસણ, મિતાણા ચોકથી આવી અને જઈ શકાશે, મિયાણા ચોકડીથી વાલાસણ – પીપળીયા રાજ તિથવા, ભડેશ્વર, જડેશ્વર, કોઠારિયા, હડમતીયા, લજાઈ ચોકડી આવી જઈ શકાશે તેમજ જામનગરથી કલ્યાણપર પાટિયા, કલ્યાણપર ગામ, ખીજડીયા ચોકડી ધ્રુવનગર, લજાઈ ચોકડી આવી અને જઈ શકાય તેવી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.