Saturday, December 21, 2024
HomeSportsત્રીજા દિવસે ભારતીય બોલર્સનો તરખાટ, ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

ત્રીજા દિવસે ભારતીય બોલર્સનો તરખાટ, ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

ભારત (Team India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે મેલબોર્ન (Melbourne Test)માં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ઘણો જ રસપ્રદ રહ્યો. દિવસના પહેલા સેશનમાં કાંગારૂ બોલરોએ તરખાટ મચાવીને ભારતની પાંચ વિકેટો ઝડપી ઇનિંગને 326 રન પર રોકી દીધી. આમ પહેલી ઇનિંગમાં ભારતને 131 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પણ બીજી ઇનિંગમાં ભારતીય બોલરો સામે સારું પ્રદર્શન ન કરતાં ત્રીજા દિવસના અંતે 6 વિકેટ ગુમાવીને 133 રન કરી શક્યા.

- Advertisement -
- Advertisement -

ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ ઝડપી જ્યારે બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને અશ્વિનને એક-એક વિકેટ મળી. મળતી જાણકારી મુજબ, ઉમેશ યાદવને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. ટી બ્રેક પહેલા તેને કાફ ઇન્જરી થઈ હતી, ત્યારબાદ તે લંગાડાતો મેદાનથી બહાર જતો રહ્યો હતો.

ભારતે પહેલી ઇનિંગમાં કર્યા 326 રન

ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં કેપ્ટન અજિંક્ય રહાણેની સદી અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે 326 રનનો મોટો સ્કોર ખડકી દીધો. તેના કારણે ભારતને 131 રનની અગત્યની લીડ મળી હતી. ભારતની છેલ્લી પાંચ વિકેટ ઝડપથી ન પડતી તો વધુ મોટી લીડ મળી શકતી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!