થમ દિવસે ભારતીય (Team India) બોલરોએ સારું પ્રદર્શન કરતા ઑસ્ટ્રેલિયા (Australia)ની ટીમને 195 રન પર રોકી દીધી હતી. જે બાદમાં બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમે દિવસના અંત સુધીમાં એક વિકેટ બનાવીને 36 રનનો સ્કોર બનાવ્યો હતો. બીજો દિવસ ભારતના બેટ્સમેનોના નામે રહ્યો અને તેમાં ખાસ કરીને કેપ્ટન અજિંક્ય રહાણેના નામે રહ્યો. રહાણેએ સુંદર બેટિંગનું પ્રદર્શન કરતાં સદી ફટકારતાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મજબૂત સ્થિતિમાં આવીને ઊભું થઈ ગયું છે. બીજા દિવસના અંતે ભારતે 5 વિકેટ પર 277 રન કરીને 82 રનની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી શુભમન ગિલે 45 રન કર્યા. જ્યારે રહાણેને સાથ આપતા રવિન્દ્ર જાડેજાએ અણનમ 40 રન કર્યા છે. ત્રીજા દિવસે રહાણેની ટીમનો પ્રયાસ રહેશે કે કાંગારૂ ટીમ સામે મોટી લીડ મેળવવી.
Ind vs Aus, 2nd Test, Day 2 Updtes
– બીજા દિવસના અંતે ભારતે 5 વિકેટ ગુમાવીને 277 રન કર્યા. રહાણે અને જાડેજા અણનમ રહ્યા છે.
– ભારતીય ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ ભારતને મજબૂત સ્થિતિમાં લાવીને મૂકી દીધું છે. રહાણેએ 196 બોલમાં સદી ફટકારી છે.
– રહાણેએ અડધી સદી ફટકારી છે. ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડતા રહાણેએ 112 બોલમાં અડધી સદી ફટકારી છે.
– મિશેલ સ્ટાર્કની ઓવરમાં પંત પેનના હાથે કેચ આઉટ થયો. પંત 29 રન કરીને આઉટ થતાં ભારતને પાંચમો આંચકો લાગ્યો. રહાણેને સાથ આપવા રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર આવ્યો છે. ભારતે પાંચમી વિકેટ 173 રને ગુમાવી.
– નાથન લાયનની ઓવરમાં હનુમા વિહારી સ્મિથના હાથે કેચ આઉટ થઈ ગયો. વિહારીએ 66 બોલમાં 21 રન કર્યા. ભારતે 116 રને ચોથી વિકેટ ગુમાવી. રહાણેનો સાથ આપવા પંત આવ્યો છે.
– 23.4 ઓવરમાં ઓસ્ટ્રેલિયાને ત્રીજી સફળતા મળી. કમિન્સની ઓવરમાં ટિમ પિને સુંદર કેચ પકડ્યો. પૂજારા 70 બોલમાં 1 ફોર સાથે 17 રન કરીને આઉટ થયો. નવો બેટ્સમેન હનુમા વિહારી આવ્યો.
– 21.6 ઓવરમાં ભારતને બીજો આંચકો લાગ્યો. કમિન્સની બોલિંગમાં ટિમ પિને શુભમન ગિલનો કેચ પકડ્યો. ગિલ પોતાની અડધી સદી ચૂક્યો. ગિલ 65 બોલમાં 8 ફોરની સાથે 45 રન કરીને પેવેલિયન પરત ફર્યો. નવો બેટ્સમેન અજિંક્ય રહાણે આવ્યો.