Sunday, July 6, 2025
HomeGujaratમાળીયા મિંયાણાના ખીરઈ ગામે પોલીસ પર હુમલો કરવાના ગુનામાં સાત આરોપીઓના જામીન...

માળીયા મિંયાણાના ખીરઈ ગામે પોલીસ પર હુમલો કરવાના ગુનામાં સાત આરોપીઓના જામીન મંજુર

માળીયા મિંયાણાના ખીરઈ ગામે પોલીસે પ્રોહિબિશન અંગે રેઈડ કરી હતી. જે દરમિયાન આરોપીઓએ ફરજમા રુકાવટ કરી પોલીસ પર હુમલો કર્યો હતો.જે બનાવમાં આરોપીઓના ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

માળીયા મિંયાણાના ખીરઈ ગામે રહેતા ઈકબાલ ઉર્ફે ઈકકો હાજીભાઈ મોવરના રહેણાંકના મકાને પોલીસ પ્રોહિબિશન અંગે રેઈડ કરવા જતા આરોપીઓએ પોલીસની ફરજમા રુકાવટ કરી બિભત્સ ગાળો બોલી છરી લાકડાના ધોકા પાઈપ જેવા જીવલેણ હથીયારથી પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં પોલીસ કર્મીઓને મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટા પથ્થરોના ધા મારી ગાડીને નુકશાન કરી પોલીસને ઈજા પહોંચાડવામાં આવી હતી, જે સમગ્ર મામલે પોલીસે મહિલા સહિતના ૧૦ આરોપીઓ વિરુધ્ધ ભારતીય ન્યાય સહિતાની કલમ ૧૦૯ (૧) ૧૨૧ (૧) ૧૨૧ (૨) ૧૨૫ ૧૧૦ ૧૩૨ ૩૫૨ ૧૮૯ (૩) ૧૮૯ (૪) ૧૯૦ ૧૯૧ (૨) ૧૯૧ (૩) ૩ (૫) ૩૨૪ (૨) તથા જી.પી.એકટની કલમ મુજબ માળીયા મિંયાણા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટના વકીલ રજાક બુખારીને જામીનના કામે રોકતા ધારાશાસ્ત્રી આર.એ.બુખારીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમા આરોપીઓ (૧) સારબાઈ હાજીભાઈ મોવર, મુમતાઝબેન અનવરભાઈ ભટ્ટી, નશીમબેન અલારખાભાઈ સંધવાણી, તમન્નાબેન યુસુફભાઈ સંધવાણી, આઈસાબેન રફીકભાઈ મોવર, નજમાબેન ઈકબાલભાઈ મોવર તથા અનીષાબેન રફીકભાઈ મોવરની જામીન અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમા દાખલ કરી ધારદાર દલીલો અને નામદાર સુપ્રિમકોર્ટના જજમેન્ટો રજુ કરતા નામદાર હાઈકોર્ટે સાતેય મહિલા આરોપીઓના દશ- દશ હજારના જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. આ કેશમા આરોપીના વકીલ તરીકે રજાક એ.બુખારી અને જતીન હોથી રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!