મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળે તે માટે રજૂઆતો કરી હતી જે રજૂઆતો ફળતા ધારાસભ્યએ મુખ્યમંત્રી તેમજ નાણાં મંત્રીને અભીનંદન પાઠવી આભાર માન્યો હતો. તેમજ મોરબી વિકાસની હરણફાળ ભરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી મહાનગર પાલિકાના દરજ્જાને આવકાર્યો હતો.
ગુજરાત રાજ્યનું ૨૦૨૪ નું બજેટ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ એ રજૂ કર્યું છે. જેમાં મોરબી નગર પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયની રજૂઆત ફળી છે. અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળે તે પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રી, નાણાંમંત્રી અને સમગ્ર ગુજરાત સરકારને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો છે. તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત પદાધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ વૈશ્વિક ઓળખ ધરાવતા મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળતાં રાજ્ય સરકારના નિર્ણયને આવકારી તમામનો આભાર માન્યો હતો.