મોરબી તાલુકા પોલીસે મકનસર(ગોકુલનગર) ગામના પાછળના ભાગે રેલ્વે સ્ટેશનની બાજુમાં ખરાબાની જમીન ઉપર રામજી ઉર્ફે રામો ની ઓરડીમાં રેઇડ કરી હતી, જ્યાં આરોપી માણસો રાખી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતો હોવાની પૂર્વ બાતમીને આધારે ટીમ સાથે રેઇડ કરતા ૨૨ લીટર દેશી દારૂ, ૨૦ લીટર ઠંડો આથા સહિત દેશી દારૂ બનાવવા ઉપયોગમાં આવતી સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ. ૬,૫૫૦/-ના મુદ્દામાલ સાથે દહાડી તરીકે કામ કરતા આરોપી જીતેશ વિરજીભાઈ થરેશા ઉવ.૨૩ રહે.નવા મકનસર વાળાની અટક કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય આરોપી રામજી ઉર્ફે રામો છનાભાઈ કોળી રહે.મકનસર વાળો હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ સામે પ્રોહી.હેઠળ ગુનો નોંધી તાલુકા પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.